Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ભાણવડમાં યુવાન ઉપર હૂમલો

જામખંભાળિયા,તા. ૨૬ : ભાણવડમાં રહેતા નરેશભાઈ વાઘેલા નામના અનુસૂચિત જાતિના યુવાન સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી થયા પછી ભાણવડના વિજયપુર વિસ્‍તારમાં રહેતા નિઝામ હાસમ હિંગોરા, અલ્‍ફાઝ સુમાર હિંગોરા, અજીમ યુનુસ હિંગોરા તથા અન્‍ય એક અજાણ્‍યા શખ્‍સે મળી, રવેરાડ નાકા પાસે નરેશભાઈનો કોલર પકડી ગાળો કાઢી, નરેશભાઈ તથા તેમના ભાઈ સાહેદ કુંદનભાઈ વિગેરે સાથે ગાળા-ગાળી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં આરોપી નિઝામે કુંદન વાઘેલાને પાવડા વડે માર મારી, ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ કુંદન મનજીભાઈ પરબતભાઈ વાઘેલા (ઉ.વ. ૨૧) એ નોંધાવી છે. તપાસ અહીંના ડીવાયએસપી હિરેન્‍દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભરાણા ગામે જુગાર રમતા બે મહિલાઓ સહિત છ ઝડપાયા

વાડીનાર નજીક આવેલા ભરાણા ગામેથી જુગાર રમી રહેલા સુરેન્‍દ્રસિંહ બાલુભા ચૌહાણ, રઘુવીરસિંહ દિપસંગ જાડેજા, ઈબ્રાહીમ મામદ ભટ્ટી, મુસ્‍લિમ ઈબ્રાહીમ ભાયા, રોશનબેન આમદ ગજીયા અને પુરીબા ભીખુભા જાડેજા નામના છ વ્‍યક્‍તિઓને ઝડપી લઇ, કુલ રૂપિયા ૨૩,૯૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાળિયા અને કલ્‍યાણપુરમાં પીધેલા વાહન ચાલકો ઝડપાયા

સીદસરા ગામના પાટિયા પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્‍સ વગર સ્‍વીફટ મોટરકાર લઈને નીકળેલા અમદાવાદના ન્‍યુ રાણીપ વિસ્‍તારમાં રહેતા પ્રીત બાબુભાઈ પટેલ નામના ૨૧ વર્ષના યુવાનને ઝડપી લીધો હતો.

ગામે રહેતો નાનજી રામાભાઈ કાગડિયા નામનો ૩૫ વર્ષનો યુવાન કેફી પીણું પીધેલી હાલતમાં સુઝુકી મોટરસાયકલ લઈને નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.

રખડતો ભટકતો શખ્‍સ ઝડપાયો

આરંભડા વિસ્‍તારમાં રહેતા કરસનભા અમરસંગભા સુમણીયા નામના ૩૦ વર્ષના શખ્‍સને પોલીસે શનિવારે રાત્રે એક મંદિર પાસેથી દુકાનોના તાળા તપાસતા શંકાસ્‍પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્‍ટની કલમ ૧૨૨ (સી) હેઠળ કાર્યવાહી કરી હતી.

(10:44 am IST)