Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભુજ નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીને શ્રધ્ધાંજલિ અર્પણ

 ભુજ : એકાત્મક માનવવાદ, અંત્યોદયના પ્રણેતા, પ્રખર રાષ્ટ્રવાદી, મહાન વિચારક એવા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમીતે ભુજ નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરીને શ્રદ્ઘાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે પંડિત દીનદયાલજી દ્વારા જયારે જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ પાર્ટી આવનારા દિવસોની અંદર લોકોને ઉપયોગી બને મદદરૂપ થાય તેવી અંત્યોદયની વિચારધારા હતી. નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું. કે દીનદયાલજીની જે વિચારધારા હતી કે છેવાડાના માનવી સુધી મદદ પહોંચે અને તમામ સમાજો તમામ લોકોને ઉપયોગી બને આ વિચારધારા ઉપર અમે ચાલી રહ્યા છીએ પાર્ટી દ્વારા ભુજ શહેરની સેવા કરવા માટેની તક આપવામાં આવી છે ત્યારે પંડિત દિનદયાલજીની વિચારધારા પર આગળ વધીશું. જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ જીલ્લા પ્રમુખ પંકજભાઈ મહેતા, ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરિયા, મંત્રી પ્રફુલસિંહ જાડેજા, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ હાથી, લઘુમતી મોરચાના પ્રમુખ આમદભાઈ જત, ભુજ શહેર ભાજપના પ્રમુખ શીતલ શાહ, મહામંત્રી બાલકૃષ્ણભાઈ મેતા અને જયદિપસિંહ જાડેજા, ભુજ પાલિકાના શાસકપક્ષના નેતા અશોકભાઈ પટેલ, નગરસેવકો, મોરચાના હોદ્દેદારો તેમજ શહેર સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને શ્રદ્ઘાંજલી અર્પિત કરી હતી. (તસ્વીર - અહેવાલ : વિનોદ ગાલા, ભુજ)

(12:00 pm IST)