Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

જૂનાગઢના વિદ્યાર્થી હરેશદાન રાષ્ટ્રીયકક્ષા કલા ઉંત્સવનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

જૂનાગઢ, તા. ૨૭:. રાષ્ટ્રીયકક્ષાના કલા ઉંત્સવમાં જૂનાગઢના વિદ્યાર્થી હરેશદાન રવિદાન ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર છે.
સમગ્ર શિક્ષા કચેરી, ગુ.રા. ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધો. ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કૌશલ્યો, કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તે હેતુથી શાળા કક્ષાથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ તબક્કામાં અને વિવિધ કેટેગરીમાં કલા ઉંત્સવ-૨૦૨૧નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગત ગાંધીનગર મુકામે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી. જેમાં તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલ જૂનાગઢ શહેર બ્લોક હેઠળની શ્રી બંસીધર વિદ્યાલય-દોલતપરા, જૂનાગઢમાં ધો. ૧૧માં અભ્યાસ કરતા હરેશદાન રવિદાન ખળેળ એ ગાંધીનગર મુકામે યોજાયેલ રાજ્યકક્ષાના કલા ઉંત્સવમાં પરંપરાગત કંઠય સંગીત સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી, શાળા પરિવાર તથા સમગ્ર જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાવેલ.
આગામી તા. ૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર મુકામે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કલા ઉંત્સવમાં હરેશદાન રવિદાન ખળેળ પરંપરાગત કંઠય સંગીત સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર છે. જે બદલ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડીનેટર આર.એસ. ઉંપાધ્યાય અને ટીમ સોરઠ દ્વારા હરેશદાનને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.


 

(10:23 am IST)