Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

વાંકાનેરમાં સમુહ લગ્ન યોજાયા

૧૧-દુલ્હા-દુલ્હનના નિકાહ બાદ ધર્મગુરૂ અને પૂર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર પીરઝાદા દ્વારા દુઆ અપાઇ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૭ : વાંકાનેર મીંરૂમીંયાં બાવાની વાડીના પટાંગણમાં રવિવારે સાંજે ચાર વાગ્યે સમુહ  લગન્નું આયોજન કરાયુ હતું. જેમાં વાંકાનેર - સુરેન્દ્રનગર-મોરબી-રાજકોટ-ટંકારા, તથા જામનગરના મળી કુલ ૧૧ દુલ્હન અને દુલ્હાઓની નિકાહ ખ્વાની પીર સૈયદ ખુરશીદ હૈદર પીંરઝાદાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ યોજાયા હતાં. આ તમામ દુલ્હાઓને જુમ્મા મસ્જીદ, મદિના મસ્જીદ, કસ્બા મસ્જીદ, એ. કે. પીરઝાદા મસ્જીદ, મૌલ્વી સાહેબ મસ્જીદ અને અન્ય મસ્જીદોના આલીમોએ નિકાહ પઢાવેલ હતી.
આ પ્રસંગે મુસ્લિમ સમાજના કાદરીબાપુ મંત્રી તથા ગફારભાઇ મંત્રી ગફારભાઇ તરીયા, ઇકબાલભાઇ ચૌહાણ, યાસીનખાન પઠાણ, નશરૂદીનભાઇ આઝાદ મંડપ વાળા સહિતના આયોજકો તથા અગ્રણીઓમાં હઝરત ખ્વાજા ગરીબ નવાઝ કિએટીવ યંગ ગ્રુપના અલ્તાફભાઇ ખલીફા, જુશબભાઇ ભટ્ટી, અશરફભાઇ ખલીફા, ફારૂકભાઇ ખલીફા, અસલમભાઇ પીલુડીયા, શોએબ ખલીફા, અબ્દુલભાઇ ભાલારા સાહેબ, ઇનુસભાઇ બાદી પાનવાળા, ફિરોઝ મકવાણા, સદામા કાજી, આરીફ-સલોત, આરીફ ખલીફા, ગુલામ નબી ખલીફા, રજાકભાઇ તરીયા, જમાલભાઇ ખલીફા, કાસમ હાજી પીરૂભાઇ, મુસ્તાકભાઇ કાજી, પીન્ટુભાઇ જેસાણી, જીતેન્દ્ર ટીનાભાઇ ભલસાડ, હાજી અનવરભાઇ પરાસરા, ઇસ્માઇલ કડીવાર, ફુરકાન કુરેશી સહિતનાઓએ યુવાને વયે આ સમુહ લગન્ના આયોજનોને સફળ બનાવેલ. આ છઠ્ઠા સમુહ લગ્નમાં તમામ દુલ્હા - દુલ્હનને કરીયાવરમાં ટીવી-ફ્રીઝ-સેટી પલંગ-ઇસ્લામી તકતા સહિતની ઘરવખરીની મળી પ્રત્યેકને કુલ ૧૪૦ વસ્તુઓ સાથે એક ગ્રામનો  સોનાનો દોરો અને નવદંપતીઓને કપડાની જોડો પણ આપવામાં આવેલ.
આ સમુહ લગ્નના આયોજકોને જુદા જુદા દાતાઓએ આ ખર્ચના ભાગ પેટે એક લાખ ઉંપરાંતની રકમો રોકડમાં પણ આપી હતી. વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા તરફથી પ્રત્યેક યુગલને સ્ટીલનો વાસણોની ૪૩ જેટલી વસ્તુઓ અપાઇ હતી. તેમજ તેઓના ગુરૂબંધુ ધર્મગુરૂ ખુરશીદ હૈદર પીરઝાદા તરફથી સોનાની ચૂક તથા તેઓના સાથી મિત્ર જયંતિભાઇ સોની તરફથી પણ સોનાની ચૂકો આપવામાં આવેલ. જયારે ઇરફાન પીરઝાદા તરફથી તમામ દુલ્હા-દુલ્લનને ચાંદીના સિકકા ભેટ અપાયા હતાં.
આ સમુહ લગ્ન પ્રસંગે ખુરશીદ હૈદર પીરઝાદાએ નિકાહ વિવિધ બાદ ઇસ્લામી તરીકા મુજબ દુઆ ગુંજારી નવદંપતીઓને આશિર્વચન આપ્યા હતાં. આ પ્રસંગે ખુરશીદ હૈદર પીરઝાદાના યુવાન પુત્ર એડવોકેટ શકીલ પીરઝાદા તથા તેઓના ભાણેજ પણ સન્માન કરાયુ હતું. આ પ્રસંગે વાંકાનેર શાહબાવા ટ્રસ્ટના ડીરેકટર મહેમદભાઇ રાઠોડે શાહબાવા સરકારની તકતીએ પરીણિતાને ભેટ આપી હતી. આ સફળ સમુહ લગ્નના પ્રસંગે મહેમાનો તથા આમંત્રીતોને પ્રસાદ બાંટવામાં આવેલ હતો.

 

(10:40 am IST)