Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા ગાંધીનગર ધર્મસભામાં ૧૨૧ મહાનુભાવો સાથે ઉપસ્થિત

 બોટાદ : ગાંધીનગરમાં પુર્વ આઇપીએસ અધિકારી વણઝારા આયોજીત ધર્મ સતા મહાકુંભ સનાતન ધર્મસભામાં બોટાદ કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઇ જેબલીયા કે જેઓ વણજારા સ્થાપીત રાષ્ટ્ર વંદના મંચના બોટાદ જીલ્લા પ્રમુખ હોવાના નાતે ગાંધીનગર ધર્મસભામાં સંતો મહંતો ગૌરક્ષકો અને રાષ્ટ્રવંદના મંચના ૧ર૧ મહાનુભાવોની ટીમ સાથે ઉપસ્થિત રહેલ. તેમાં જમરાળા ફકડાનાથની જગ્યાના મહંતશ્રી જયદેવબાપુ, બોટાદ  મહાકાળી ધામના મહંતશ્રી જસોદાસજી ત્યાગી, શનીદેવ મંદિરના મહંતરી જમનાદાસ બાપુ સાથે અન્ય રાષ્ટ્રવંદના મંચના અને ગૌરક્ષકો સાથે એક બસ અને પોતાના પ (પાંચ) ફોરવીલ સાથે ધર્મસભામાં લઇ જવામાં આવેલ. સંતો મહંતો ગુરૂવંદના મંચ અને રાષ્ટ્રવંદના મંચના લાખો પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ.

(10:55 am IST)