Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

મોરબીમાં મંદિરમાં દાન કરવાનું કહીને માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે લાખોની ઠગાઈ.

યાર્ડના વેપારી સાથે ચીટીંગ કરનાર બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ.

મોરબીના માર્કેટિંગ યાર્ડના વેપારી પએસથી બે ઇસમોએ સ્વામીનારાયણ મંદિરમાં રેશનીંગ વસ્તુઓ અને તેલના ડબ્બાનું દાન કરવા મોકલવાનું કહીને વેપારી સાથે ૧૦ લાખથી વધુની ચીટીંગ કરી હોય જે બનાવ મામલે પોલીસે બે ઇસમોએ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખાવડીયા ટ્રેડીંગ પેઢીના સંચાલક મહેશભાઈ છગનભાઈ ખાવડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૦૩-૨૦૨૧ ના રોજ તે પોતાની દુકાન પર હોય ત્યારે બ્રિજેશ કાંતિલાલ પટેલ રહે જુનાગઢ વાળા અને જેકલેશ ધીરજ સોમૈયા રહે રાજકોટ વાળો એમ બે શખ્શો આવીને ચરાડવા, જુનાગઢ અને મોરબી સરદાર બાગ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં દાન કરવા માટે તેલ અને રેશનીંગ વસ્તુઓ મોકલવાની છે કહીને મંદિરમાં દાન પુણ્યના નામે વ્યાજબી ભાવે રેશનીંગ વસ્તુ આપવાનું કહીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા અને અલગ અલગ સમયે રેશનીંગ અને તેલના ડબ્બા લઈને કુલ ૧૦,૨૮,૦૦૦ ની ચીજવસ્તુઓ દુકાનેથી લઈને બીલની માંગણી કરતા બીલ આપવાનો વિશ્વાસ અપાવતા હોય પરંતુ આજ સુધી રૂપિયા આપ્યા ના હોય અને વેપારી સાથે ચીટીંગ કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે મોરબી એ ડીવીઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:51 am IST)