Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

મોરબીના સબજેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદી ઝડપાયો.

મોરબીની સબ જેલનો કાચા કામનો કેદી વચગાળાના જામીન પરથી ફરાર થયો હોય જે ચાર માસથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લીધો છે
મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા અને જેલ ફરારી આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન મોરબી સબ જેલના કાચા કામના કેદી નાનજીભાઈ સોમાભાઈ જીંજુવાડિયા (ઉ.વ.૫૦) રહે જૂની જોગડ તા. હળવદ વાળો મોરબી સબ જેલ ખાતેથી તા. ૧૮-૦૮-૨૦૨૧ થી વચગાળાના જામીન પરથી ફરાર થયો હોય જે આરોપી જૂની જોગડ ગામે હોવાની બાતમીને પગલે ટીમે ઝડપી લઈને આરોપીને સબ જેલ ખાતે મોકલી આપ્યો છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, પોલાભાઈ ખાંભરા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, હરેશભાઈ સરવૈયા સહિતની ટીમ જોડાયેલ હતી

(11:56 am IST)