Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

વાંકાનેર શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે આયોજીત ભાગવત કથામાં શ્રીરામ-શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

વાંકાનેરઃ વાંકાનેરમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતી દ્વારા આયોજિત શ્રી મદ ભાગવત કથામા તા.૨૫ મીના શનિવારના રોજ કથામાં શ્રી વામન જન્મ - શ્રી રામ જન્મ - શ્રી કૃષ્ણ જન્મ (નંદ મહોત્સવ) અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવાયેલ હતો જે પ્રંસગે પ. પુ. શાસ્ત્રીશ્રી અનિલપ્રસાદજી પી. જોષીએ કહેલ કે ઈશ્વર તમને કાંઈક વધારે સંપતી આપે તો સત સેવાના ભગીરથ કાર્યમાં  વાપરજો અને કોઈ ગરીબ બાળક હોય તો એની સ્કૂલની ફ્રી ભરી દેવી હોસ્પિટલમાં જરૂર હોય તો મદદ કરવી ગૌશાળામાં દાન આપવું આ સેવાના સદકાર્યો છે 'ભાગવત ઈ વૈષ્ણવનું ધન છે આપણી કથા ચાલુ છેં ત્યાં બાજુમાં જ હવેલી છેં શ્રી ઠાકોરજી કીર્તન સાંભળતા હશે ભગવાન ઉપર ભરોસો કરવો બાપ, હું તો વારી રે ગિરિધર લાલ જે નરસિંહ મહેતાનુ સુંદર કીર્તન રજૂ કરતા કહેલ કે નરસિંહ મહેતા તો રસીક કવિ છે. જૂનાગઢમા હજી કરતાર વાગ્યાં કરે છેં સદગુરૂ તરફ સતસંગ તરફ લઈ જાય છેં તમારા ધરમા માતા પિતા ની સેવા કરજો,,, વડીલ વગર નુ ધર નકામું અત્યારે વ્રદ્ઘાશ્રમ મા સારા સારા ધર ના માતા પિતા જાય છેં શ્રી નંદ મહોત્સવ મા વાંકાનેર ના પૂર્વ નગરપતિ અને શ્રી જીતુભાઈ સોમાણી શ્રી ધનશ્યામભાઈ ઢોલરીયા, શ્રી ફળેશ્વર મંદિર ના સંચાલક વિશાલભાઈ પટેલ શ્રી મનીષભાઈ રાચ્છ, શ્રી રઘુબાપા પ્રજાપતિ, શ્રી સુરેશભાઈ પ્રજાપતિ, શ્રી મંત્રી શ્રી ડાયાભાઈ પ્રજાપતિ (લોક સાહિત્યકાર) અમિતભાઇ સેજપાલ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ શ્રી ગાયત્રી શકિત પીઠ ના શ્રી અશ્વિનભાઈ રાવલ તથા વાંકાનેર ના અગ્રણીયો ભાવિક ભકતજનો બહોળી સંખ્યામા હાજર રહેલ ( ૫૬ ભોગ શ્રી ગિરિરાજજી ને ધરાવેલ હતા તથા કૃષ્ણ રૂક્ષમણી કૃષ્ણ વિવાહ પ્રસંગે આરતી શ્રી હાર્દિકભાઈ જોષી તથા પરિવાર તેમજ હિરેનભાઈ રાચ્છે ઉતારેલ હતી. આ પ્રસંગે હંસરાજ બાપા ઉપસ્થિત રહેલા હતા અને તેઓએ શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદ પી જોશીનું સાલ ઓઢાડી સન્માન કરેલ અને હંસરાજ બાપાની સેવાના કાર્ય બદલ શુભકામના પાઠવી તેમજ રાજકોટના પ્રસિદ્ઘ કથાકાર પૂજય શ્રી જનકભાઈ મહેતાએ શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદ પી જોશીનુ તથા ગઈકાલે હાદિકભાઈ જોશી, હરેશભાઈ ત્રિવેદી (બબુભાઈ), વિનેશ ભાઈ મિયાત્રા, હિતેશ રાચ્છનું સન્માન કરેલ. આ પ્રસંગે વકતા શ્રી જનકભાઈ મહેતા અને હંસરાજ બાપાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

(11:56 am IST)