Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

મોરબીના ગુંગણ ગામે ટીસીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા વૃદ્ધનું મોત.

મોરબી તાલુકાના ગુંગણ ગામમાં ટીસીમાં ડીઓ બાંધતી વેળાએ વીજશોક લાગતા વૃદ્ધનું મોત થયું હતું જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના નાગડાવાસ ગામના રહેવાસી ગોવિંદભાઈ વિશાભાઈ મિયાત્રા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગુંગણ ગામના પાટિયા પાસે ટીસીમાં ડીઓ બાંધતા હોય ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગતા વૃદ્ધનું મોત થયું હતું બનાવને પગલે તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(11:57 am IST)