Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

જસદણના કનેસરામાં સળગતું બાવળ માથે પડતાં જીતુ કુકડીયા દાઝી ગયો

સુકુ લાકડુ કાઢવાના પ્રયાયસમાં બનાવઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૭: જસદણના કનેસરામાં રહેતો અને પશુપાલન કરી ગુજરાન ચલાવતો જીતુ સુરાભાઇ કુકડીયા (ઉ.૨૭) નામનો કોળી યુવાન સાંજે ગામની સીમમાં હતો ત્યારે કોઇએ સુકુ બાવળ સળગાવ્યું હોઇ તેમાંથી એકાદ સુ કુ લાકડુ કાઢવા માટે જીતુએ પ્રયાસ કરતાં સળગતા બાવળનો ભાગ તેની માથે પડતાં મોઢા-છાતી સહિતના ભાગે દાઝી જતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના આર. એસ. સાંબડે જસદણ પોલીસને જાણ કરી હતી. જીતુ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ છે.

જસદણ શાક માર્કેટમાં સાગર ઝેર પી ગયો

જસદણમાં આદમજી રોડ પર રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો સાગર જગદીશભાઇ દેસાણી (ઉ.વ.૨૭) સાંજે જસદણ શાક માર્કેટમાં ઝેરી દવા પી જતાં ત્યાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. સાગર બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા અપરિણિત છે. અમસ્તા જ ઝેર પી લીધાનું તેણે રટણ કર્યુ હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)