Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ભાવનગરમાં ડીવાઇડર સાથે કાર અથડાતા મોત

ભાવનગર તા. ર૭ :.. ચિત્રા મસ્તરામબાપા મંદિર નજીક આવેલ ખાંચા પાસે પુરપાટ ઝડપે જતી નવીનકોર મારૂતિ સ્વિફટ કારના ચાલકે ડ્રાઇવીંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા વચ્ચેના ડીવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં કારનો એક ભાગ ચીરાઇ ગયો હતો અને કારમાં બેઠેલા ધ્રુવરાજસિંહ હરપાલસિંહ જાડેજા (ઉ.વ.ર૧) (રહે. વિઠલવાડી)નું ગંભીર ઇજા થતાં કરૂણ મોત નિપજયુ હતું. જયારે યશપાલસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા અને ધ્રુવરાજસિંહ મયુરસિંહ રાઠોડને ઇજા પહોંચતા તેને ૧૦૮ ઇમરજન્સીવાનમાં હોસ્પીટલ ખસેડાયેલ છે. આ અંગે ડી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(1:12 pm IST)