Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

મોરબી જીલ્લામાં નવી તોલમાપ કચેરી શરુ કરવાની મંત્રી મેરજાની જાહેરાત.

મોરબી ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો.

મોરબી ખાતે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત ‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’’ ઉજવણી રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો
આ ઉજવણી કાર્યક્રમ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ગ્રાહકો છેતરપીંડીથી બચે અને ખરીદી અંગે જાગૃતતા દાખવે એ જરૂરી છે. તેમણે વધુમાં ચીજ વસ્તુઓ ખરીદતા સમયે હંમેશા બીલ લેવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ તેમ વધુમાં જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશે જેનો લાભ મોરબી જિલ્લાના નાગરિકોને મળતો થશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે રામજીભાઈ માવાણી, રમાબેન માવાણીએ પ્રસંગોચિત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી ઉપસ્થિતોને ગ્રાહકોના હકો બાબતે વાકેફ કર્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:08 pm IST)