Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી કાર્યક્રમોમાં શેરી રમતોની રંગત જામી: મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા.

મોરબી : રોટરી કલબ ઓફ મોરબી દ્વારા જી.આઇ.ડી.સી. રોડ મોરબી ખાતે ‘‘ધમાલ ગલી’’  કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે બાળકોમાં રમતોનું અનેરૂ મહત્વ રહેલું હોય છે. આવી રમતો દ્વારા તેમનામાં પડેલી સુશુપ્ત શક્તિઓ બહાર લાવી શકાય છે તેમ વધુમાં ઉમેરી રમતો ભાગ લેનાર રમતવીર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. ઓમ શાંતિ સ્કુલના પ્રમુખ ટી.ડી. પટેલે પણ ઉદ્દબોધન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ રમતોમાં લંગડી, દોરડા, આંધડોપાડો, ધમાલ ધોકો, નાળીયેર ફેંક જેવી રમતોનો સમાવેશ કરવામાં આવેલ હતો.

(12:11 pm IST)