Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

મોરબીમાં ટ્રાવેલ્સ બસનો કાચ ફોડી ડ્રાઇવરને પતાવી દેવાની ધમકી આપી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૬ : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રાવેલ્સના ડ્રાઈવરને એક સખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી ટ્રાવેલ્સનો કાચ તોડી નાખી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનના પોસાલ ગામે રહેતા ઈશરામ ખેતારામ ગોદારા (ઉ.૨૧) એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પોતાની ટ્રાવેલ્સ આર જે ૩૯ પીએ ૧૭૬૭ લઈને જતો હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે આરોપી યુવરાજસિંહ મહાવીરસિંહ રાણા રહે-રણછોડનગર એ ટ્રાવેલ્સ ઉભી રખાવી શેઠ સાથે ફોનમાં વાત કરાવા બાબતે બોલાચાલી કરી ફરિયાદી ઈશરામને તથા સાહેદને ગાળો આપી તેમજ તેના ભાઈ જયદેવસિંહ પાસેથી લાકડાનો ધોકો લઇ ટ્રાવેલ્સનો મેઈન કાચમાં ધોકો મારી કાચ તોડી નાખી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)