Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

કેશોદ ખાતે અદ્યતન સબ ડીસ્ટ્રીકટ કક્ષાની હોસ્પિટલનું લોકાર્પણ

કેશોદ, તા. ર૭ : કેશોદ  અન્ય ત્રણ તાલુકા ને જોડતો તાલુકો હોય તેમ છતાં અહીં પુરતી સુવિધા ધરાવતી હોસ્પિટલ  અત્યાર સુધી  ન હતી ત્યારે આ હોસ્પિટલ ને અનેક વખત આધુનિક અધતન સુવિધા સાથે ની હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી લોકો ની માંગ ઉઠી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા રૂ. દશ કરોડ ના ખર્ચે સબ ડીસ્ટ્રીકટ કક્ષાની નવનિમીૅત હોસ્પિટલ બનાવવાની મંજૂરી આપી હતી.  આ ૭૫ બેડની વ્યવસ્થા સાથેની નવનિમીૅત હોસ્પિટલ તૈયાર થઈ જતાં ગઈકાલે રાજય પશુપાલન મંત્રી અને કેશોદ ના ધારાસભ્ય દેવાભાઈ માલમે હસ્તે ઉધ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ  સાંસદ રમેશભાઈ ધડુક સહિત ના મહાનુભાવો એ જણાવ્યું હતું કે અત્યારે સુધી કેશોદ લોકો ને તથા આસપાસના વિસ્તાર ના લોકો અતિ ગંભીર પરિસ્થિતિમાં વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જવું પડતું હતું ત્યારે હવેથી જીલ્લા કક્ષાની હોસ્પિટલ ની તમામ સારવાર ઘર આંગણે કેશોદ અને આજુબાજુના  વિસ્તારના તાલુકાના લોકોને મળી રહેશે.   હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત,  બાળરોગ નિષ્ણાત,  આથોૅપેડીક સજૅન તથા એમ. ડી.અને અમ.એસ. સહિતના અનેક નિષ્ણાંત તબીબોની અને ઘટતા વહિવટી સ્ટાફની તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે તેવી શહેરના લોકોની માંગ છે. આજે લોકાપૅણ થયેલ  આ અધ્યતન હોસ્પિટલ બિલ્ડીંગના કોન્ટ્રાકટર  નિલેશભાઈ ચટ તથા ધીરેનભાઈ પીઠીયા  એ લોકો ને વહેલી તકે સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પુરતા પ્રયત્નોને લઈને લોકોને આટલી ઝડપથી આ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.

(12:45 pm IST)