Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

પેટના દુઃખાવાની દવા લઈ સુઈ ગયા બાદ જોડીયાના નિદ્રાધીન યુવાનનું મોત

જામનગર, તા.૨૭: જોડીયા તાલુકાના મોરાણા પાટીયા સામે દિલીપ બીલકોન કંપની સોસાયટી બ્લોક નં.ડી રૂમ નં.રમાં રહેતા લતીફભાઈ સુલેમાનભાઈ ખાન, ઉ.વ.૩ર એ જાહેર કરેલ છે કે, રામકુમાર કાડોરીલાલ મહેશ, ઉ.વ.૪૧, વાળાને રાત્રીના જમ્યા પછી પેટમાં દુઃખાવો તથા બળતરા થતા ધ્રોલ પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરાવેલ બાદ રૂમ પર આવી સુઈ ગયેલ બાદ સવારના સાડા ચારેક વાગ્યે જગાડતા જાગેલ નહી જેથી કોઈપણ કારણસર મૃત્યુ પામેલ છે.

ગોકુલનગર માંથી વેગનાર ગાડી ચોરી થયાની રાવ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રભાઈ હરજીભાઈ નકુમ, ઉ.વ.૪૭, રે. ગોકુલનગર રડાર રોડ, બાપા સીતારામ પાનવાળી શેરી, વ્રજ સોસાયટી શેરી નં.૧, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાના ઘર પાસે પોતાની ફોર વ્હીલ ગાડી વેગનાર સીલ્વર કલરની જેના રજી.નં.જી.જે.૦પ–સી.એફ.–૬૪૪૯ ની વર્ષ ર૦૦પ ના મોડલની જેની કિંમત રૂ.૧,પ૦,૦૦૦/– ની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  નાગનાથ ગેઈટ–ર, શેરી નં.ર ચોક, જામનગરમાં આ કામના આરોપીઓ ફીરોઝ ઉર્ફે કડો કાસમ કુરેશી, નુરમામદ ઉર્ફે મામુ ઓસમાણ બ્લોચ, અયાઝ હુશેનભાઈ કુરેશી, મુકેશ રાજુભાઈ માતંગ, જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન ૧૬,ર૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

સ્વામીનારાયણનગરમાં  જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. અશોકભાઈ દાનાભાઈ સોલંકી એ ફરીયાદ નોધાવી છે કે, સ્વામીનારાયણનગર, ડ્રીમસીટી, મામા સાહેબના મંદિર સામે આરોપી પરેશભાઈ નરશીભાઈ રાઠોડ એ પોતાના રહેણાક મકાનમાં વાલજીભાઈ પેથાભાઈ વઘોરા, યુનુસભાઈ ઉમરભાઈ દરજાદા, સલીમભાઈ અલારખાભાઈ ખીરા, હરેશભાઈ જયસુખભાઈ ત્રિવેદી, સુનીલભાઈ મનુભાઈ ગોહિલ, હારજીત કરી રોકડા રૂપિયા ૩૧,૦૭૦/– તથા મોબાઈલ ફોન નંગ–૬ જેની કિંમત રૂ.રપ,પ૦૦/– મળી કુલ રૂ.પ૬,પ૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મુળીલા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. નિર્મળસિંહ જગદીશસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, મુળીલા ગામની ગનીપીરની દરગાહ પાસે, પીપરના ઝાડ નીચે લાઈટના અજવાળે આ કામના આરોપીઓ મનસુખભાઈ મનગભાઈ મકવાણા, સુરેશભાઈ મનગભાઈ મકવાણા, દિનેશ ઉર્ફે સંજયભાઈ પોપટભાઈ મકવાણા, સુખાભાઈ માવજીભાઈ મકવાણા, રે. મુળીલા ગામ, હારજીત કરી રોકડા રૂપિયા ૧૭૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

આઘેડ પડી જતા મોત

અહીં એરફોર્સ સ્ટેશન–૧, કવાર્ટર નં.૯૮૯/૪, જામનગરમાં રહેતા બલરામ દુનદભાઈ બરૂવા, ઉ.વ.પ૦ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, અજામીલ લોકેસર બરૂવા, ઉ.વ.પ૧, રે. એરફોર્સ સ્ટેશન–૧, કવાર્ટર નં. પી.૯૯૧/૬, જામનગરવાળા પોતાના કવાર્ટર એ રસોડામાં બપોરના પોણાબાર વાગ્યાના સમય પહેલા પડી જતા મૃત્યુ પામેલ છે.

(1:03 pm IST)