Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

વિસાવદરના પત્રકાર વિનુભાઇ પુરોહિત પરિવાર દ્વારા દ્વારકામાં ધ્વજારોહણ : ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ : સંતવાણીના કાર્યક્રમો

પૂ. મુકતાનંદબાપુ - પૂ. શેરનાથબાપુ - શારદાપીઠનાં પૂ.સદાનંદજી, દ્વારકાનાં કેશવાનંદજી, ધુનડાનાં પૂ.જેન્તીરામબાપા,વાંકુની ધારના પૂ. રામબાલકદાસબાપુ- 'સૌરાષ્ટ્ર ભૂમિ'નાં તંત્રી કાર્તિકભાઇ ઉપાધ્યાય, 'અવધ ટાઇમ્સ'નાં તંત્રી વિજયભાઇ ચૌહાણ, ધારાસભ્ય રિબડીયા સહિત સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિતઙ્ગ રહેશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ૨૭ : વિસાવદરનાં સ્થાનિક પત્રકાર શ્રી વિનુભાઇ પુરોહિત પરિવાર દ્વારા દ્વારકામાં ધ્વજારોહણ, શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા સંતવાણીનાં ભવ્ય કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે.

'પુરોહિત પરિવાર' દ્વારા પૂ.પિતાશ્રી સ્વ.વશરામભાઇ રણછોડભાઇ પુરોહિત, પૂ.માતૃશ્રીઙ્ગ ઙ્ગ સ્વ.શાંતાબેન વશરામભાઇ પુરોહિત, સ્વ.કિરણબેન વિનુભાઇ પુરોહિત તથા સમસ્ત પિતૃઓના આત્મ કલ્યાણ અર્થે પૂ.ગુરૂદેવ શ્રીઙ્ગ મુકતાનંદજીબાપુ, પૂ.શ્રી શેરનાથબાપુ, વંદનિય સંતો-મહંતોનાં શુભાશિષ-પ્રેરણા તથા વડીલોનાં આશિષ સાથે પવિત્ર નગરી દ્વારકા ખાતે આગામી તા.૬દ્મક ૧૨ ડીસેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરાયેલ છે.કથાનું રસપાન ગુરૂદેવ પૂ.શ્રી રમેશભાઇ ઓઝાના શિષ્ય વિદ્વાન શા સ્ત્રી પ્રો.ડો.જગતભાઇ તેરૈયા પોતાની આગવી શૈલીમાં કરાવશે.દરમિયાન ભગવાન શ્રી દ્વારકાધીશ જગત મંદિર-દ્વારકા ખાતે નૂતન ધ્વજાજી આરોહણ કરાશે.

આ ધાર્મિક પ્રસંગે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂ.મુકતાનંદબાપુ, ગોરક્ષનાથ આશ્રમ-ભવનાથ તળેટી-જૂનાગઢના પૂ.શેરનાથબાપુ, શ્રી શારદાપીઠ-દ્વારકાનાં દંડી સ્વામી શ્રી સદાનંદજી સરસ્વતી મહારાજ, શ્રી સનાતન સેવા મંડળ- દ્વારકાનાં શ્રી કેશવાનંદજી સ્વામી, શ્રી સતપુરાણ ધામ-ધુનડા નાં પૂ.શ્રી જેન્તીરામબાપા,પંચમુખી હનુમાનજી- વાંકુનીધારનાં પૂ.શ્રી રામબાલકદાસબાપુ તથા સમાજશ્રેષ્ઠીઓ સર્વ શ્રી કાર્તિકભાઇ ઉપાધ્યાય (તંત્રી : સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક), વિજયભાઇ ચૌહાણ (તંત્રી : અવધ ટાઇમ્સ દૈનિક),હર્ષદભાઇ રિબડીયા (ધારાસભ્ય), ગીજુભાઇ ભરાડ (શિક્ષણવિદ્), જયવીનભાઇ દવે(પૂર્વ પ્રમુખ-રા.બ્રા.સેવા સંઘ),જયંતિભાઇ તેરૈયા(પૂર્વ પ્રમુખ- રા.બ્રા.સેવા સંઘ), વિનુભાઇ મહાદેવભાઇ ચવ (વરિષ્ઠ રાજગોર જ્ઞાતિ અગ્રણી), વિપુલભાઇ કાવાણી (ઉપપ્રમુખ-જિ.પં.જૂનાગઢ), મધુબેન વિરેન્દ્રભાઇ સાવલિયા (અધ્યક્ષા-શિક્ષણ સમિતિ-જિ.પં.જૂનાગઢ), ચંદ્રિકાબેન કરશનભાઇ વાડોદરિયા (સદસ્ય-જિ.પં.જૂનાગઢ), સોનલબેન એન.વર્ણાગર(દહેજ પ્રતિબંધક અધિકારી, દેવભૂમિ દ્વારકા), પી.બી.ગઢવી (પોલીસ ઇન્સ.-દ્વારકા) વિગેરે ઉપસ્થિત રહેશે.

સપ્તાહ દરમિયાન યોજાનાર કાર્યક્રમો આ પ્રમાણે છે.તા.૬ કથા પ્રારંભ-પોથીયાત્રા, તા.૭ શ્રી કપીલ પ્રાગટ્ય, તા.૮ શ્રી નૃસિંહ પાગટય, વામન પ્રાગટ્ય, તા.૯ શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ નંદોત્સવ, તા.૧૦ શ્રી ગોવર્ધન ઉત્સવ, તા.૧૧ શ્રી રૂક્ષમણી વિવાહ, તા.૧૨ શ્રી સુદામા ચરિત્ર ઉપરાંત તા.૮ રાત્રે ૯ કલાકે સંતવાણી કલાકારો : પ્રવીણદાન ગઢવી, અશ્વિનભાઇ પંડ્યા, ગીતાબેન સોની, તા.૧૧ રાત્રે ૯ કલાકે દ્વારકાનાં સાંદિપની ઋષીકુમાર ગૃપ દ્વારા શ્રી સુંદર પાઠનુ આયોજન કરાયું છે.શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ દરરોજ સવારે સવારે ૯થી બપોરે ૧૨ સુધી અને બપોરે ૩થી સાંજે ૬ વાગ્યા સુધી રસપાન કરાવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,જેનાં આત્મકલ્યાણ-મોક્ષાર્થે દ્વારકા ધ્વજારોહણ-સપ્તાહનુ આયોજનઙ્ગ કરાયું છે તે વિસાવદરના સ્થાનિક પત્રકાર શ્રી વિનુભાઇના પુરોહિતના સ્વર્ગસ્થ પિતાશ્રી વશરામભાઇ પુરોહિત લાલપુર(ગીર) ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને એ સમયે એક પ્રેરણાદાયી આદર્શ શિક્ષક તરીકેની ઉમદા છાપ ધરાવતા હતા. વિનુભાઇના સ્વર્ગસ્થ માતૃશ્રી શાંતાબેન પુરોહિત ધર્મપરાયણ-ચુસ્ત વૈશ્નવ હતા. ઉપરાંત કોરોનાકાળમાં જેનો અકાળે સ્વર્ગવાસ થયો તે વિનુભાઇના ધર્મપત્નિ સ્વ.કિરણબેન પુરોહિત વિસાવદરઙ્ગ ઙ્ગનગર પાલિકાના પૂર્વ પ્રમુખ, રાજગોર બ્રહ્મ સમાજ- સૌરાષ્ટ્રના વરિષ્ઠ અગ્રણી અને જાહેર જીવનનાં જાજરમાન વ્યકિતત્વ ધરાવતા પ્રતિભાવંત ઉમદા મહિલા અગ્રણી હતાં.

ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકા ખાતે યોજાનાર ધ્વજારોહણ- શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ધાર્મિક મહોત્સવમાં પધારવા પત્રકાર વિનુભાઇ પુરોહિત, રંજીવ પુરોહિતે સૌને જાહેર આમંત્રણ પાઠવ્યુ છે.

(1:05 pm IST)