Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ઉપલેટામાં જુગાર રમતા સાત શખ્સો પકડાયાઃ રૂરલ એલસીબીનો દરોડો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલા શખ્સો નજરે પડે છે. (૪.૧૧)

રાજકોટ, તા., ૨૭: ઉપલેટામાં રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જીલ્લામાં પ્રોહી જુગારની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહીલ તથા પો.સબ ઇન્સ. શ્રી એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ પો. હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા તથા પો.કોન્સ. કૌશીકભાઇ જોષીને મળેલ સંયુકત બાતમી આધારે ઉપલેટા શહેર વિસ્તારમાં મીરાનગરમાં રેઇડ કરી જુગાર રમતા ૭ ઇસમોને રોકડ  રૂ. ૧૦,૭૦૦ સહીત કુલ રૂ. રર,ર૦૦ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ શખ્સોમાં (૧) સલીમ ઉર્ફે મમુ ઇકબાલભાઇ શેખ રહે. ઉપલેટા મીરાનગર, (ર) નાસીર કાદરભાઇ ખેભર રહે. ઉપલેટા કટલેરી બજાર ફુલારા મેન્સન, (૩) કરીમ હનીફભાઇ જગદા રહે. ઉપલેટા ફુલારા મેન્સન, (૪) સમસમીયા ઉર્ફે સમલાબાપુ અમીરમીયા બુખારી રહે. ઉપલેટા રબારીવાડા, (પ) અલ્તાફ ઉમરભાઇ સર્વદી રહે. ઉપલેટા રબારી વાસ, (૬) અબ્દુલ સુલેમાન શેખ રહે. ઉપલેટા પાટણવાવ રોડ નગીના મસ્જીદ પાસે તથા (૭) તૈયબ ઓસમાણભાઇ ઘુઘા ઉ.રહે. ઉપલેટા ભાદરચોકનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો.હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર, બાલકૃષ્ણ ત્રિવેદી તથા પો.કોન્સ. દીવ્યેશભાઇ સુવા તથા કૌશીકભાઇ જોષી જોડાયા હતા.

(1:05 pm IST)