Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

જૂનાગઢની માર્સ બેરીંગ્ઝ કંપની સાથે છેતરપીંડી કરનાર ગેંગના વધુ બે આરોપીઓને ગણતરીના દિવસોમાં પશ્ચિમ બંગાળ ખાતેથી પકડી પાડતી રેન્જ સાયબર પોલીસ

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ,તા.૨૭:  રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપ સિંહ પવારની સુચના મુજબ જુનાગઢ રેન્જનાઙ્ગ સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા તથા તેના સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને

સાયરબર પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે ગુ.ર.નં-૧૧૨૦૩૦૭૧૨૧૦૧૦૨/૨૦૨૧ આઇ.પી.સી.કલમ- ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), તથા આઇ.ટી.એકટ ક.૪૩(એ), ૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુન્હો ગઇ તા.૦૫/૧૨/૨૦૨૧ રોજ નોંધાવામાં આવેલ હતો

જેમાં જુનાગઢ દોલતપરા જી.આઇ.ડી.સી.-૦૨ માં માર્સ બેરીંગ્ઝ કુ.પા.લી.ના નામની કંપર્નીં આવેલ હોય અને તેઓની કંપનીનુ એચ.ડી.એફ.સી. બેન્કમાં કરંટ એકાઉન્ટ આવેલ હોય, કોઇ અજાણ્યા ઇસમોએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીની માર્સ બેરીંગ્ઝ કુ.પ્રા.લી.ના એચ.ડી.એફ.સી. બેન્કના કરંટ એકાઉન્ટના નેટ બેન્કીંગના આઇ.ડી. પાસવર્ડ કોઇ પણ રીતે મેળવી લઇ સદરહુ બેન્ક એકાઉન્ટમાં પડેલ મોટી રકમ ફરીયાદી સાથે છેતરપીંડી કરી મેળવી લેવા સારૂ સદરહુ બેન્ક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ ફરીયાદીના મો.નં.૯૮૨૫૦૯૯૯૭૮ વાળુ જીઓ કંપનીનુ સીમકાર્ડ મેળવવા ફરીયાદીનુ ખોટુ બનાવટી આધારકાર્ડ બનાવી તે આધારકાર્ડનો જીઓ સ્ટોરમાં ખરા તરીકે ઉપયોગ કરી જીઓ સ્ટોરમાંથી તે જ મો.નં.વાળુ નવુ સીમકાર્ડ મેળવવા સારૂ પોતાની ખોટી ઓળખ આપી બે વખત ફરીયાદીના ઉપરોકત મો.નં. વાળુ નવુ સીમકાર્ડ મેળવી લઇ તે સીમકાર્ડ તથા. ફરીયાદીના સદરહુ બેન્ક એકાઉન્ટના નેટ બેન્કીંગનો ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના ઉપરોકત બેન્ક એકાઉન્ટમાંથી કુલ-૦૮ ટ્રાન્જેકશનો મારફતે કુલ રૂ.૪૯,૦૦,૦૦૦  આર.ટી.જી.એસ. મારફતે અલગ અલગ કુલ-૦૩ ICICI બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી બાદ તે એકાઉન્ટોમાંથી બીજા અલગ અલગ ૧૨ એકાઉન્ટોમાં કટકે કટકે ટ્રાન્સફર કરી લઇ ખ્વ્પ્ મારફતે તથા લ્ચ્ન્જ્ વિડ્રોવ્લ મારફતે ઉપાડી લીધેલ તેમજ જીઓ કંપનીના જવાબદાર અધિકારી/કર્મચારીએ પોતાની પાસે રહેલ અગાઉના જુના ડેટા સાથે તેની આગળ રજુ થયેલ નવા ડેટાની સરખામણી કર્યા વગર બનાવટી આધારકાર્ડ ઉપરથી બે વખત સીમકાર્ડ એકટીવ કરી આપી અજાણ્યા ઇસમોએ એકબીજાના મિલાપીપણાથી ફરીયાદી સાથે મોટી રકમની ઓનલાઇન નાણાકીય છેતરપીંડી કરી ગુન્હો કરતા ઉપર વિગતે ગુન્હો દાખલ થયેલ હતો.

જે ગુન્હાની તપાસ રીડર પો.ઇન્સ.શ્રી કે.કે.ઝાલા ના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસ સ્ટેશનના ઇન્ચા.પો.ઇન્સ. શ્રી એસ.એન.ગોહીલ, PSI P  j Ramani, psi N A joshi, HC J P meta,R R vala, Deepak ladva વિગેરે સ્ટાફઙ્ગ ગુન્હામાં સંડોવાયેલ આરોપી પકડવા પશ્રમિ બંગાળ ખાતેઙ્ગ ધામા નાખી વધુ ૨ આરોપી પકડીઙ્ગ ટોટલ ૪ આરોપીને રેન્જ સાયબર ટીમ જૂનાગઢે ઝડપી લીધા છે.

પોલીસે અનુપમ હેલડર અમલ હેલડર ઉવ.૨૪ રહે.કાટાખલી ,મોગ્રાહટ, નોર્થ-૨૪ પરગણા વેસ્ટબંગાળ નોર્થ-૨૪ પરગણા વેસ્ટ બંગાળ, વાસુદેવ નસ્કર કામલપાડા નસ્કર ઉવ.૩૬ રહે.કાટાખલી ,મોગ્રાહટ, નોર્થ-૨૪ પરગણા વેસ્ટબંગાળની ધરપકડ કરી છે.

(1:06 pm IST)