Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

અનીડાવાછરા ગામ પાસેથી ૨.૬૭ લાખનો દારૂ ઝડપાયો

થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂનો જથ્થો ઉતરે તે પૂર્વે જ ઝડપી લેવાયોઃ ૪૭૩ લાખના મુદ્દામાલ સાથે બ્રિજેશની ધરપકડઃલોધીકા પોલીસની સરાહનીય કામગીરી

તસ્વીરમાં પકડાયેલ શખ્સ દારૂના જથ્થા સાથે નજરે પડે છે

રાજકોટ, તા. ૨૭ :. લોધીકા પોલીસે અનીડા વાછરા ગામ પાસેથી ૨.૬૭ લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા ૩૧મી ડીસેમ્બર અન્વયે પ્રોહી. જુગાર અંગે કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે નયાબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ. ઝાલાના માર્ગદર્શન તેમજ સૂચન અન્વયે લોધીકા પોલીસ સ્ટેશનના પો. સબ. ઈન્સ. કે.કે. જાડેજા તથા પો. સબ ઈન્સ. એચ.આર. જાડેજા પો. સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે લોધીકા પો.સ્ટે. વિસ્તારના અનિડા વાછરા ગામથી નોંઘણચોરા ગામ તરફ એક ઈસમ એક સફેદ કલરની અશોક લેલેન્ડ દોસ્ત એલ.એસ. રજી. નં જી જે ૦૩ બીડબલ્યુ ૧૪૨૯વાળો લઈને પસાર થનાર છે જે આધારે સદરહુ જગ્યાએ વોચ તપાસમાં રહી રેઈડ કરતા બ્રિજેશ દેવજીભાઈ પરમાર રહે. શાપર (વે.) અનમોલ વિહાર સોસાયટી તા. કોટડાસાંગાણીને દારૂની બોટલો નંગ ૫૩૪ કિં. રૂ. ૨,૬૭,૦૦૦ તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહન અશકોક લેલેન્ડ દોસ્ત એલ.એસ. રજી. નં. જીજે ૦૩ બી.ડબલ્યુ ૧૪૨૯ કિં. રૂ. ૨,૦૦,૦૦૦ ગણી કુલ રૂ. ૪.૭૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બ્રિજેશની ધરપકડ કરાઈ હતી.

આ કાર્યવાહીમાં લોધીકા પોલીસના પો. હેડ કોન્સ. મનેશભાઈ જોગરાદીયા તથા પો. કોન્સ. લગધીરસિંહ જાડેજા તથા ભોજાભાઈ ત્રમટા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા જયરાજભાઈ સોનારા તથા ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(2:55 pm IST)