Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ધોરાજી શહેર માં અલગ અલગ વિસ્તાર માં કોરોના વિસ્ફોટ : પાંચ પોઝીટીવ કેસો નોંધાતાં આરોગ્ય તંત્ર માં દોડધામ મચી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીના આરોગ્ય અધિકારી ડોક્ટર પુનીત વાછાણી એ જણાવેલ કે ધોરાજીના જુદા  જુદા વિસ્તારમાં એક જ દિવસમાં પાંચ કેસ નોંધાયા છે આ બાબતે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું છે જે વિસ્તારમાં કેસ નોંધાયા છે તેમાં

ધોરાજી ના (1) જુનાગઢ રોડ પર બે યુવાનો પ્લાસ્ટીક કારખાના મા 33 વર્ષીય યુવાન (2) 24 વર્ષીય યુવક  (3) બહાર પુરા વિસ્તાર મા બે યુવાનો રહેતા 50 વર્ષીય પુરૂષ (4) 48 વર્ષીય યુવાન (5) નવા બસ સ્ટેન્ડ મહાદેવ મંદિર નજીક રહેતા 65 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝીટીવ રીપોટ આવતાં સારવાર મા ખસેડાયેલ છે.

ધોરાજી શહેર મા એક જ દિવસ મા પાંચ વ્યક્તિઓ ને કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર માં દોડધામ મચી જવા પામી હતી. જે અંગે ધોરાજી બ્લોક હેલ્થ ઓફીસર ડો વાછાણી એ જણાવ્યું હતું કે ધોરાજી માં જૂદા જૂદા વિસ્તારો માં પાચ જેટલાં લોકો નો કોરોના રીપોટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્ર  તકેદારી ના પગલા ઓ ભરાયા છે.

કોરોના પોઝીટીવ દદી ઓ ના સંપર્ક માં આવેલ લોકો ના ટેસ્ટ રીપોટ કરાયાં છે અને લોકો ને કોરોના રસીકરણ કરવાં, માસ્ક પહેરવા તથા સરકાર ની સૂચના નૂ પાલન કરવાં અપીલ કરાઈ છે.

(5:33 pm IST)