Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સુરેન્દ્રનગરમાં ઓકિસજન રીફીલીંગ મુદ્દે દર્દીઓના પરિવારોનો હોબાળો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૮ : સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણ સતત વધી ચુકયું છે તેમજ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરરોજ મોટીસંખ્યામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જીલ્લાની મોટાભાગની તમામ કોવીડ હોસ્પીટલો હાલ કોરોના દર્દીઓથી ફુલ થઈ ચુકી છે ત્યારે બીજી બાજુ અનેક દર્દીઓ હોમઆઈસોેલેશ થઈ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે ત્યારે દ્યરે સારવાર લઈ રહેલા દર્દીઓને ઓકસીજનની જરૂરીયાત હોય તેમના પરિવારજનો સમયાંતરે ઓકસીજન સીલીન્ડર રીફીલ કરાવી ઓકસીજન પુરો પાડી રહ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સરકારના નિર્ણયને ધ્યાને લઈ દ્યરે સારવાર લઈ રહેલા દર્દીઓને ઓકસીજન માટે હાલાકી પડી રહી છે ત્યારે સતત બીજે દિવસે જીઆઈડીસી ખાતે આવેલ ઓકસીજન રીફીલીંગ પ્લાન્ટ બહાર દર્દીના પરિવારજનો લાંબી લાઈનોમાં ઉભા રહ્યાં બાદ પણ ઓકસીજન રીફીલીંગ માટે હાલાકી પડતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

જયારે લાઈનમાં ઉભા રહેલા દર્દીઓના પરિવારજનોના જણાવ્યા ખાનગી અમ્બ્યુલન્સ તેમજ હોસ્પીટલ માટે ખુબ જ ઝડપથી અને મોટાપ્રમાણમાં ઓકસીજનના સીલીન્ડરો રીફીલ કરી આપવામાં આવેે છે.

જયારે બહાર કલાકો સુધી લાઈનમાં ઉભેલા દર્દીના પરિવારજનોને કલાકો સુધી સીલીન્ડર રીફીલ કરી દેવામાં આવતાં નથી. એકતરફ સરકાર અને તંત્ર દ્વારા કુલ ઓકસીજનના ૧૦ જેટલો જથ્થો ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ અને સામાજીક સંસ્થાઓને પુરો પાડવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આ ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવતું નથી અને દર્દીઓના પરિવારજનોને હાલાકી પડી રહી છે ત્યારે આવી સ્થિતિમાં દ્યરે સારવાર લઈ રહેલ દર્દીનું ઓકસીજનના અભાવ ેઅથવા મોડો ઓકસીજન મળતા મોત નીપજવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે ત્યારે આ મુદ્દે દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને જેને પગલે બી ડિવીઝન પીએસઆઈ સહિત સામાજીક સંસ્થાના આગેવાનો ચંદ્રેશ પટેલ, સુમીત પટેલ સહિતનાઓ આવી પહોંચ્યા હતા અને પરિવારજનોની રજુઆત સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.

(11:38 am IST)