Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગીર સોમનાથ જીલ્લા સાથે સરકાર દ્રારા ઓરમાયું વર્તનઃ દર્દીઓની હાલત ખરાબ ગામડાઓ આરોગ્ય સેવા વગરના

સ્થિીતી સુધરશે નહી તો ગાંધી ચીઘ્યા માર્ગે ઉપવાસ કરાશેઃ મોટા માથાઓને વી.આઈ.પી સુવિધા યુથ કોગ્રેસ પ્રમુખ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: ગીર સોમનાથ જીલ્લામાં સરકાર ઓરમાયું વર્તન રાખે છે મુખ્ય મથક વેરાવળ માં પુરતી સુવિધા નથી ખાનગી હોસ્પીટલોને પણ આરોગ્ય નીસેવામાટે જથ્થો પુરો પાડવામાં આવતો નથી ગામડાઓમાં દર્દીઓની હાલત ખુબજ ખરાબ છે મોટા માથાઓને વી.આઈ.પી સુવિધા અપાય છે ગરીબ મઘ્યમવર્ગને સ્મશાન માં વારો લેવા પણ ભલામણ કરવી  પડે તેવી સ્થિતી સર્જાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લા કોગ્રેસ પ્રમુખ મનસુખ ગોહેલ,જીલ્લા પંચાયત ના સભ્ય વિરોધપક્ષ ના નેતા અને ઈન્ડીયન યુથ કોંગ્રેસના પ્રમુખ અભય જોટવા એ પત્રકાર પરીષદ માં જણાવેલ કે ગુજરાત સરકાર ગીર સોમનાથ જીલ્લા માં ચારેય ધારાસભ્યો કોગ્રેસના હોવાથી ઓરમાયું વર્તન રાખેછે ઓકસીજન,ઈન્જીકશન હોસ્પીટલોમાંબેડ જેવી કોઈ વ્યવસ્થા નથી સીવીલ હોસ્પીટલમાં ૪૦૦ બેડ ની વ્યવસ્થા કરવી જોઈએ ૭૦ દર્દીઓ ફકત સારવાર લઈ રહેલ છે તેમાં પણ ગમે ત્યારે ઓકસીજન પુરો થાય તેવી વ્યવસ્થા હાલ થઈ રહી છે જેથી દર્દીઓ તેના પરીવારજનો ભય માં રહે છે નિષ્ણાંત ડોકટરોની સમીતી રાખવામાં આવે તેમજ આરોગ્ય ની સેવા માટે આખા જીલ્લામાં સંકલન કરવામાં આવે ઉદ્યોગ ગૃહો ની સેવા લઈ ઓકસીજનની વધારાની સુવિધા ઉભી કરવી જોઈએ ત્રીવેણી સ્મશાન ધાટ તેમજ મોટા કબ્રસ્તાન માં ર૦ થી વધારે મૃતદેહ આવે છે તેથી વાસ્તવીક સ્થિતી કેટલી ભયાવહ છે તેમ જણાવેલ હતું તેમજ આક્ષેપ કરેલ હતો કે ગરીબ અને મઘ્યમ વર્ગ ને સ્મશાન અંતિમવીધી માટે જવું હોય તો પણ ભલામણ કરવી પડે તેવી સ્થિતી છે જીલ્લા વહીવટી તંત્ર સરકાર દ્રારા તાત્કાલીક જીલ્લામાં આરોગ્ય ની સ્થિીતી માં ફેરફાર નહી થાય તો ગાંધી ચીઘ્યા માર્ગે કોગ્રેસ દ્રારા આંદોનલ કરવામાં આવશે તેમ  જણાવેલ હતું.

(1:10 pm IST)