Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ધ્રોલમાં ગંદકીના ગંજ ખડકાયા

પાલિકામાં વારંવાર રજુઆત છતા કોઇ નિરાકરણ ન આવતા રોષ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ર૮ : ધ્રોલની ભાજપ શાસીત નગરપાલિકાનો વહીવટ છેલ્લા ઘણાંજ સમયથી કથળી ગયેલ છે તમામ ધરખમ તંત્ર રામભરોસે ચાલી રહેલ છે મહત્‍વની સફાઇ કામગીરી અંગે કોઇજ જવાબદાર અધિકારી કે આગેવાન તરફથી અનેક રજુઆતો પછી પણ કોઇ યોગ્‍ય કામગીરી હાથ ધરવામાં આવતી નથી. પરિણામે શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડાઇ ગયેલ છે.

સરકારશ્રી તરફથી સફાઇ માટે લાખો રૂા.ની ગ્રાન્‍ટો ફાળવે છ.ેપરંતુ તે મુજબની કોઇજ કામગીરી હાલમાં અસ્‍તીત્‍વમાં નથી. સુકો કચરો અને લીલો કચરો લેવા માટે વાહનો ફાળવવામાં આવેલ તેમજ ઘરે-ઘરેથી કચરો એકત્રીત કરવા માટે રીક્ષાઓ ચલાવવામાં આવતી હતી. તે વ્‍યવસ્‍થા ઘણાજ સમયથી બંધ છે શહેરના તમામ લતાઓમાં સુકો-કચરો અને ભીનો કચરો એકત્ર કરવા માટે સ્‍ટેન્‍ડ મુકવામાં આવેલ. જેમાં મોટાભાગના સ્‍ટેન્‍ડો નષ્‍ટ, થઇ ગયા છે અને તેના કન્‍ટેનરો ગુમ થઇ ગયા છે.

ધ્રોલ શહેરના ગૌરવ પંથ, જામનગર રોડ પર સફાઇ કર્મચારીો તરફથી કચરા અને ધુળ વાલીને ફુટપાથ ઉપર ઢગલાઓ કરવામાં આવે છે આ ઢગલાઓ કચરો ઉપાડવા માટે નીકળતા ટ્રેકટર ચાલકો દ્વારા પણ ઉપાડવામાં આવતા નથી. પરિણામે આ ફુટપાથો ઉપર કચરાના ઢગલાઓ જામી ગયેલ છે.

નગરપાલીકા તરફથી સફાઇની કામગીરી સંભાળતા આગેવાનો અને અધિકારીઓએ શહેરમાં સજાયેલી આ પરિસ્‍થિત અંગે તાકીદે યોગ્‍ય કામગીરી કરવી જોઇએ હાલમાં વરસાદની સીઝન શરૂ થઇ ગયેલ છ.ે તેથી વરસાદ પડવાને લીધે ગંદકી વધુ ફેલાય અને રોગચાળાને આમંત્રણ મળે તેવી સ્‍થિતી સર્જાય તે પહેલા યોગ્‍ય કરવા નાગરીઓની વિનંતી છે.

(1:20 pm IST)