Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જેતપુરમાં નિવૃત શિક્ષકનો વિદાય સમારંભ

જેતપુર ગર્લ્‍સ હાઇસ્‍કુલમાં ફરજ બજાવતા  રમેશભાઇ વઘાસીયા વય મર્યાદાના કારણે નિવૃત થતા તમામ શિક્ષકનો વિદાય સમારંભ કર્મચારી મંડળી દ્વારા યોજાયો હતો. જેમાં આર.જે.દુધાત્રા, પી.એન.પાંભર ઉપસ્‍થિત રહી સભાસદના તેજસ્‍વી તારલાઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્‍સાહીત કરેલ. રમેશભાઇએ મંડળીમાં સામાન્‍ય સભ્‍યથી લઇ પ્રમુખ સુધીની જવાબદારી નિભાવી હોય તેની સેવાની કદર કરતી શાલ ઓઢાડી સન્‍માન પત્ર આપી કરેલ.  કાર્યક્રમને સફળ બનાવવા કિરીટભાઇ માવાણી, રમેશભાઇ પારખીયાએ  જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીરઃ અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(1:26 pm IST)