Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રૂદ્રાણી માતાજીની ૫ારંપરીક રીતે પતરી પૂજા કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે કરાઈ

કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તેવી માતાજી પાસે પ્રાર્થના કરાઈ

ભુજ : કચ્છ રાજપરંંપરા મુજબ રાવ દેશળજીના સમયથી ચાલી આવતી પરંપરાને અનુસરી રૂદ્રાણી માતાજીની પતરી પૂજા કરાઈ હતી. રાજ્ય પરંપરા મુજબ શ્રાવણ સુદ આઠમના દિવસે રૂદ્રાણી માતાજીની મહાપૂજા, પતરી પૂજા કરવામાં આવશે. આજરોજ મહારાઓ પ્રાગમલજી ત્રીજાના હુકમથી કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે મહાપૂજા, પતરી પૂજા કરાઈ હતી. આ પૂર્વે પ્રાગમહેલ પેલેસ ખાતે મોમાય માતાજીનું પૂજન કરાયું હતું.

  રૂદ્રાણી માતાજીની પતરી પૂજા બાદ કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ર૯૦ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. શ્રાવણી આઠમના રૂદ્રાણી માતાજીની પતરી પૂજા કરવામાં આવે છે. કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તેવી માતાજી પાસે  પ્રાર્થના કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. રૂદ્રાણી જાગીરના રૂપાભાઈ ચાડે કહ્યું કે, સરકારી ગાઈડલાઈનને અનુસરીને રાજપરંપરા મુજબ રૂડાણી માતાજીની પતરી પૂજા કરવામાં આવી હતી

 . પતરી પૂજા અવસરે મહારાઓ પ્રાગમલજી ત્રીજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, રોહા ઠાકોર, પુષ્પેન્દ્રસિંહ જાડેજા, જોરૂભા રાઠોડ, રજનીકાંત જોષી, શરદ જોષી, પૃથ્વીરાજસિંહ જાડેજા, બહાદુરસિંહ જાડેજા, વિજેશભાઈ, પ્રમોદ જેઠી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(10:59 pm IST)