Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાએ ગુણાંજલી પાઠવી

અચલગચ્છાધિપતિ ગુણોદયસાગર સુરીશ્વરજી મા. સા.ની વિદાયથી જૈન સમાજને ન પુરાય તેવી મોટી ખોટ પડી

કોઈ ઉપદેશ આપવો નહીં માત્ર તેમની નજર પડે અને માનવીના મનને શાંતિ પ્રાપ્ત થાય

ભુજ  : અચલગચ્છાધિપતી, જિનશાસન શિરોમણી, ૫૪-૫૪ વરસીતપના આરાધક, તપ ચકવર્તી, શાસન સમ્રાટ આચાર્ય ભગવંત ગુણોદયસાગર સુરીશ્વરજી મ.સા. ૮૯ વરસની વયે ૬૪ વરસના દીર્ધ સંયમ જીવનની આરાધના કરી શનિવારે મધ્યરાત્રિએ ૭ર જીનાલય મહાતીર્થ ખાતે નવકાર મંત્રનું સ્મરણ કરતા કાળધર્મ પામ્યા હતા આ સમાચાર જાણી પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાએ શ્રધ્ધાજંલી આપતા જણાવ્યું હતું કે, ઉગ્ર તપસ્વી અને જૈન ધર્મના ચૂસ્ત પાલન કરતા અનેક જિનાલય મંદિર નિર્માણ , દિક્ષા દાતા બની અનેક જીવોનો ઉદ્ઘાર કરનાર પ.પૂ. આચાર્ય ભગવંતની વિદાયથી જૈન સમાજને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.

કોઈ ઉપદેશ આપવો નહીં માત્ર તેમની નજર પડે અને માનવીના મનને શાંતિ પ્રાપ્ત થાય તેવા પ.પૂ. આચાર્ય ભગવંતના અચાનક વિદાયથી સમગ્ર જૈન સંઘ દિગમુઢ બન્યું છે અને સંઘ ઉપરથી શિર છત્ર હટી ગયું છે. વર્તમાન સમયમાં જૈન શાસનના વડીલ એવા પ.પૂ. આચાર્ય ભગવંતની આત્મા શીઘ્રપણે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે એમ ૭૨ જિનાલય ખાતે ગુરૂ પૂજન કરી શ્રધ્ધાજંલી અપર્ણ કરતા પૂર્વ રાજયમંત્રી છેડાએ જણાવ્યું હતું. (૨૫.૧૧)

(12:05 pm IST)