Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કચ્છના ગાંધીધામમાં લવ અફેર દરમ્યાન લગ્ન કરવાનું દબાણ કરી પ્રેમીએ પ્રેમિકાને છરી હુલાવી, ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમ્યાન મોત : પ્રેમપ્રકરણમાં મોડા લગ્ન કરવાની વાત બાદ પ્રેમિકાએ સંપર્ક ઘટાડતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકા અને તેની માતાના પેટમાં છરી હુલાવી

(ભુજ) ગત ૨૩/૭ ના ગાંધીધામમાં રહેતા કંચનબેન ભગારામ માલી અને તેમની પુત્રી સપના ભગારામ માલી ઉપર છરી વડે હુમલો કરવાનો બનાવ બન્યો હતો. કલ્પેશ બળદેવ ચૌહાણ અને એક અન્ય શખ્સ દ્વારા કરાયેલ હુમલાના બનાવ સંદર્ભે થયેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર સપના અને કલ્પેશ વચ્ચે ચાલતા લવ અફેર વચ્ચે યુવતીની માતા કંચનબેન પુત્રના લગ્ન બાદ તેમના લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. 

તે વચ્ચે સપનાએ પ્રેમી કલ્પેશના ફોન ઉપાડવાનું અને વાત કરવાનું બંધ કરી દેતાં ઉશ્કેરાયેલા કલ્પેશે રાત્રે વોકિંગમાં નીકળેલ કંચનબેન અને સપનાના પેટમાં છરી હુલાવી હતી. જેમાં ઇજાગ્રસ્ત બન્ને માતા પુત્રીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન સપનાનું મોત નિપજતાં હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો છે.

(8:52 am IST)