Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કચ્છમાં નદી નાળામાં બે બાળકોના ડૂબી જતા મોત

નખત્રાણામાં ૩ વર્ષનો બાળક અને માંડવીમાં ૧૬ વર્ષનો તરૂણ ડૂબ્યો

ભુજ,તા.૨૮ :  કચ્છમાં વરસાદને પગલે નદી નાળા અને ડેમમાં નવા પાણીની આવ વચ્ચે માંડવી અને નખત્રાણામાં ડૂબી જવાથી બે બાળકોએ જીવ ખોયા હતા. નખત્રાણાના ઉખેડા ગામે ત્રણ વર્ષનો હંસરાજ બાબુ રાઠોડ નામનો બાળક રમતા રમતા ડેમના પાણીમાં ડૂબી જતાં કરુણ મોત નીપજયું હતું. બીજા બનાવમાં માંડવીના જખણીયા ગામે નદી પાર કરવા જતાં ૧૬ વર્ષીય તરુણ અર્જુન દિનેશ નાયકા ઊંડા વહેણમાં ગરકાવ થતાં ડૂબી ગયો હતો.

(12:02 pm IST)