Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ઉનાના દરિયામાં ડૂબી ગયેલા ર માછીમારોની ર૪ કલાક બાદ દીવ ખાડીમાંથી લાશો મળી

દરિયાકાંઠે માછીમારી કરતા મોજાની જોરદાર થપાટ લાગતા બન્ને તણાય ગયેલ

દરિયામા ડૂબી જવાથી મૃત્યુ થયેલ બન્ને માછીમારોની તસ્વીર.

ઉના, તા. ર૮ : તાલુકાના કોબ ગામે દરિયાકાંઠે જાળ નાખીને માછીમારી કરતા બે યુવાનોને મોંજાની જોરદાર થપાટ લાગ્યા બાદ બન્ને દરિયામાં તણાય જતાં લાપત્તા બની ગયેલ. બન્નેની લાશો આજે સવારે દિવ દરિયાની ખાડીમાંથી  આવી હતી.

બન્ને માછીમારોના મૃત્યુથી કોબ ગામના કોળી પરિવારમાં શોક છવાય ગયો હતો.

ઉનાના કોબ ગામના વિજય મેઘાભાઇ પામક (ઉ.ર૭) અને ગોવિંદ હમીરભાઇ પામક (ઉ.૪૦) બન્ને યુવાનો દરિયાકાંઠે જાળ નાખીને માછીમારી કરી રહ્યાં હતાં ત્યારે દરિયાના મોંજાની જોરદાર થપાટ લાગતા બન્ને યુવાનો દરિયામાં તણાય જઇને અને લાપત્તા થઇ ગયેલ હતા.

બન્ને યુવાનોની શોધખોળ તરવૈયા દ્વારા કરવામાં આવી જતા પરંતુ રાત્રી સુધી પત્તો લાગ્યો ન હોતો .

આજે સવારે દીવની ખાડીકાંઠે બન્ને યુવાનોની લાશ મળી આવી હતી. પોલીસે બન્ને યુવાનોની લાશના પોસ્ટ મોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલે મોકલી આપી છે.

(11:36 am IST)