Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ગોંડલમાં આરોગ્ય વિભાગના કોરોના યોધ્ધા રવિવારે પણ ફરજ બજાવે છે!

આજે તો રવિવાર રજાનો દિવસ-આરામનો દિવસ એ બધાને લાગુ પડેલો

ગોંડલ,તા.૨૮ : આજે તો રવીવાર , રજાનો દિવસ,આરામનો દિવસ અને કશુંજ ન કરવાનો દિવસ આપણાં માટે પણ એ કોરોના યોધ્ધાને લાગુ પડતું નથી પરંતુ કોરોના બીમારી એ મહામારીનું સ્વરૂપ લઇ લીધું છે,અને ચારે તરફ લોકોમાં મૃત્યુ નો ડર લાગી રહ્યો છે.બે વ્યકિત મળે એટલે એકજ ચર્ચા આ કોરોના કયારે જશે.....

મિત્રો કોરોના જો ચર્ચા કે ચિંતા કરવાથી જતો રહેતો હોત તો તો એ કયારનો જતો રહ્યો હોત, પણ કોરોના ચર્ચા કે ચિંતા કરવાથી નહિ પણ આપણી સમજદારીભરી જાગૃતિ થી નાબૂદ થઈ શકે તેમ છે,  રવીવાર એટલે  રજા આવી માથાકૂટ કોણ કરે..

આપણે બધા આમજ વિચારી ને કોરોનાને આ હદ સુધી લાવ્યા છીએ, તમારે આજે ભલે રવીવારની રજા હોય,તમે આરામ કરવાના મૂડ માં હોવ છતાં એક વિભાગ એવો છે,જેના કર્મચારીઓ ને કોઈ રજા નથી,કોઈ રવીવાર નથી બસ એમને તો આપણાં સૌની તબિયતનું ધ્યાન રાખવાની એક ધૂન છે. એ છે આરોગ્ય કર્મચારીઓ...કોરોના વોરિયર્સ..રીયલ હીરો....

ગોંડલની બજારમાં રવિવારે સવારે રસ્તામાં બે યુવાનોને કોઈ ઘર પાસે એ ઘરના લોકો પાસેથી કોઈ માહિતી લઇ કામ કરતા જોયા અને વિચાર્યું કે આજે તો રજા રવીવાર આજે આ લોકો શુ કરે છે...

કુતૂહલવશ સ્કૂટર સાઈડ માં પાર્ક કરી એ બંન્ને યુવાન પાસે જઈ તેઓ શુ અને શા માટે રવીવારની રજા માં કામ કરી રહ્યા છે તે જાણવા પૂછપરછ કરી તો તેમણે કહ્યું કે અમે અર્બન હેલ્થ ઓફીસના કર્મચારી છીએ,અને આ વિસ્તારના ઘરે ઘરે જઈ લોકોને,નાગરીકોને તેમને કોઈ આરોગ્યલક્ષી તકલીફ તો નથી તેની માહિતી એકઠી કરીયે છે.

આ બન્ને યુવાન પોતાનું કામ ખુબ નિષ્ઠા થી કરતા હતા. તેમની નિષ્ઠા,તેમના વિભાગના અધિકારીઓ, ડોકટર્સ અને સમગ્ર સ્ટાફ રવીવારની રજા માં આપણાં આરોગ્યની તકેદારી રાખવા,આપણને સુરક્ષિત રાખવા પોતાની ફરજ બજાવી રહ્યા છે. આમને એક સલામ તો કરવીજ રહી..

તમારા આંગણે તમારી સુરક્ષિતતાની ચિંતા કરતા રજામાં ઘરે ઘરે જઈ કોરોના વોરિયર્સ તમને જોવા મળે તો એક સેલ્યુટ જરૂર કરજો....અને પાણીનું પણ પૂછજો..

ગોંડલ બ્લોક હેલ્થ ઓફિસર ડો.જી.પી.ગોયલ BHO, ડો.દિવ્યા પદમાણી M. O. અને તેમનો સમગ્ર આરોગ્ય સ્ટાફ અત્યારે કોઈપણ જાતની રજા રાખ્યા વિના અવિરત આપણાં આરોગ્ય માટે સતત કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે પણ સમજદારી બતાવી તેમની આ કામગીરીમા સહભાગી થવું જોઈએ, માસ્ક પહેરીને જ બહાર નીકળીએ, હેલ્થ ડિસ્ટન્સ રાખીયે, સતત હાથ ધોવાની તકેદારી રાખીયે અને આ કોરોના વોરિયર્સ ને મદદરૂપ થઈએ એજ સજમદાર નાગરિક તરીકે ની ફરજ છે..

આ આરોગ્ય કર્મચારીઓ, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ,નગરસેવા સદન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ને આજની સલામ.

(11:40 am IST)