Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જસદણ : અખિલ ભારતીય ક્ષત્રિય કોલી રાજપૂત સંઘના જિલ્લા પ્રમુખ તરીકે ધવલકુમાર રોજાસરા

જસદણ તા.૨૮ : અખિલ ભારતીય ક્ષત્રિય કોળી રાજપુત સંઘ ના ગુજરાત રાજયના અધ્યક્ષ અશ્વિન સિંહ રાઠોડ દ્વારા રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે ધવલકુમાર એમ રોજાસરાની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે.

અખિલ ભારતીય ક્ષત્રિય કોલી રાજપુત સંઘ નવી દિલ્હી ખાતે રજીસ્ટર્ડ સંસ્થા છે. આ સંસ્થા દ્વારા જસદણ પંથકના ધવલકુમાર રોજાસરા (મો.૬૩૫૪૦ ૨૫૧૮૨)ની રાજકોટ જિલ્લાના અધ્યક્ષપદે નિમણૂક થતા તેમની આ નિમણૂંકને રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયસિંહ ઠાકોર, ગુજરાત અધ્યક્ષ અશ્વિનભાઈ રાઠોડ, ગુજરાત રાજય મંત્રી કિશનભાઇ ડી મકવાણા, ચેતનકુમાર ઓ બારૈયા, નયનકુમાર એમ બાલાસ સહિતના આગેવાનોએ આ વરણીને આવકારે છે.

(11:40 am IST)