Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વૈશ્વિક કોરના મહામારી વચ્ચે

સરકારે મેળાવડા-ધાર્મિક પ્રસંગો ઉજવવા પર બાન મૂકયો છે તો પછી પેટા ચૂંટણી મોકુફ કેમ નહિ ?

પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણિયાનો સરકારને વેધક પ્રશ્ન

જસદણ, તા. ર૮ : સરકારી નિયમો તેમજ ગાઇડ લાઇન અને અનલોકનું લોકો દ્વારા પાલન થતું નથી. દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો જાજાય છે. આવા સંજોગોમાં મરણ પ્રસંગે ર૦ કે રપ માણસોથી વધારે સ્મશાનમાં એકઠા ન થવા જોઇએ તેમજ લગ્ન પ્રસંગે પ૦ માણસોની હાજરીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મેળાવડા, સમૈયા, ધાર્મિક પ્રસંગો, કથાઓ, મંદિરો સ્વેચ્છાએ બંધ રાખવામાં આવ્યા છે.

હાલમાં ધારાસભાની પેટા ચૂંટણીઓ તેમજ સહકારી સંસ્થાઓની ચૂંટણીઓની તૈયારી ચાલી રહી છે ત્યારે માણસોની સંખ્યા તથા ડિસ્ટન્ટ જાળવવાનું પાલન થવાનું નથી છતાં તેઓની સામે કોઇ પગલા લેવામાં નહીં આવે એ હકકીત છે અને પરિણામે ભીડ થવાથી કોરોનાની હાડમારીમાં વધારો થશે. ચૂંટણીની સભાઓમાં કઇ રીતે માનવ મેદની એકઠી કરવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ તેમ જસદણના પૂર્વ ધારાસભ્ય બાંભણીયાએ જણાવેલ છે.

કોરોનાના આવા કપરા સમયમાં માણસના મગજનમાં માનસિક થાક લાગે તે રીતે વિડીયો, ચેનલ કે મોબાઇલ દ્વારા ઘરમાં રહેવાની તથા નિયમોનું પાલન કરવાની રાત દિવસ જાહેરાતો આપવામાં આવે છે. આ જાહેરાતોનું ચૂંટણીના સમયે પાલન થવાનું જ નથી જેથી આવા સંજોગોમાં ચૂંટણીઓ બંધ રાખવામાં આવે અને અમુક સમય માટે મોડી કરવામાં આવે તો શું નુકશાન થઇ જવાનું છે તે સમજાતું નથી.

હાલમાં દરેક ચૂંટણીઓ મુલત્વી રાખી કોરોનાને મહાત કરવામાં સરકાર તથા આમજનતાએ લાગી જવું એ જ જનતાના હિતમાં છે. એક બાજુ અમુક વિસ્તારમાં ફરીથી લોકડાઉન કરવાની તથા અનલોકના સમયમાં ફેરફાર કરવાની તથા અમુક સમય માટે ઉદ્યોગ, ધંધા, યાર્ડ, બજારો બંધ રાખવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું જાય છે. ત્યારે ચૂંટણીઓ કરવાથી સરકારી તંત્ર ચૂંટણીના કામમાં લાગી જશે. આમ જનતા કોરોનાના ત્રાસથી હેરાન પરેશાન થઇ જશે મો સરકાર સંવેદનશીલ બની આવકારદાયક નિર્ણય કરે એ જરૂરી તેમ અંતમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇએ જણાવેલ છે.

(11:41 am IST)