Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જસદણમાં નવ નિર્મિત મંગલમ બાળકોની હોસ્પિટલનો શુભારંભ

જસદણ તા. ર૮ :.. અહીં બાળકોના રોગોની સારવાર માટે જસદણમાં જુજ સુવિધા ઉપરાંત ખાનગી હોસ્પિટલોનો પણ અભાવ હોવાથી બાળકોની સારવાર માટે લોકોને અમરેલી અથવા રાજકોટ જવું પડતું હતું.

જસદણમાં જ બાળકોના રોગોની આધુનિક સારવાર માટે બાળરોગ નિષ્ણાંત ડો. જેનુલ એ. વાલાની નવનિર્મિત મંગલમ બાળકોની હોસ્પિટલનો તાજેતરમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે મંગલ પ્રારંભ કરવામાં આવેલ.

નવી હોસ્પિટલના પ્રારંભથી શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હોસ્પિટલના મેનેજીંગ ડીરેકટર ડો. અશ્વિન દુમાદીયાએ જણાવેલ કે આટકોટ રોડ શહેરની વચ્ચે હોવાથી દરેક દિશામાં વસવાટ કરતા લોકોને હોસ્પિટલે સારવાર માટે આવુ સરળ રહેશે.

આ નવ નિર્મિત મંગલમ બાળકોની હોસ્પિટલમાં ૧ર વર્ષ સુધીના બાળકોની તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ બનાવાય છે. હોસ્પિટલનો મો. ૯૬૩૮૯ ૮ર૬પ૮ છે. હોસ્પિટલના પ્રારંભથી જસદણ, વિંછીયા, તાલુકાના લોકોને બાળકો માટે ઘર આંગણે તબીબી સુવિધા ઉપલબ્ધ થયેલ છે

(11:42 am IST)