Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ગોંડલ ભરૂડી ટોલ નાકા પાસે ત્રણ પશુઓને કતલ ખાને લઈ જતું વાહન ઝડપાયું

ગોંડલ,તા.૨૮:ગોંડલ તાલુકા પોલીસે ભરૂડી ટોલનાકા પાસે શૈલેષ આંબાભાઇ સીંગલ ધંધો ડ્રાઇવીંગ રહે.વાડોદર તા.ધોરાજી વાળો પશુધન ને લઈ કતલ ખાને જતો હોય તેના હવાલાવાળી મહિન્દ્રા પીકઅપ નં. જીજે.૦૩.એ.ઝેડ.૦૯૨૬ ને રોકી તલાશી લેતા ઠાઠામા મા ગૌવંશ ગાયો નંગ-૨ કી.રૂ. ૪૦,૦૦૦ તથા ગાય નુ બચ્ચુ નંગ-૧ કી.રૂ. ૨૦૦૦/- તથા મહિન્દ્રા પીકઅપ ની કી.રૂ ૨,૫૦,૦૦૦/- એમ કુલ મુદામાલ રૂ ૨,૯૨,૦૦૦,/- મળી આવતા અને આરોપીએ પોતાના મહિન્દ્રા પીકઅપમાં પાણીની તથા દ્યાસ ચારા ની વ્યવસ્થા રાખ્યા વગર તથા દોરડા વડે ક્રુરતા પુર્વક બાંધી હલન ચલન ન થાય તે રીતે અને પશુ ને પીડા થાય તે રીતે બાંધી કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરતા મળી આવતા આરોપી વિરૂદ્ઘ ધી ગુજરાત પ્રાણી સરંક્ષણ અધિનીયમ ૧૯૫૪ એમેન્ટમેન્ટ ૨૦૧૭ ના સુધારાની કલમ ૮(૪) તથા પશુ-પ્રત્યે દ્યાતકી પણાની કલમ ૧૧(ડી)(ઇ)(એફ)(એચ) મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:42 am IST)