Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જસદણના ખાનપર રોડ પાસે મોતને આમંત્રણ આપતા કુવા પ્રત્યે તંત્રની આંખ મીચામણા !!

લોકોને અકસ્મિક મોતથી બચાવવા કુવા પાસે આડસ(દિવાલ) બનાવવા તંત્રને સુઝતું નથી

જસદણ, તા.ર૮ : જસદણથી ખાનપર બાયપાસ ચોકડી મોતને આમંત્રણ આપતો મહાકાય કુવા આડે દિવાલ કરવામાં તંત્ર લાજ કાઢતું હોય તેવો ઘાટ ઘડાયો છે.

શહેરના ખાનપર રોડ પર આવેલ વરસાદી તથા ગંદા પાણીના નિકાલ માટેની મહાકાય ગટર બાયપાસ રોડ અને ખાનપર રોડના એલ આકાર ઉપર રોડની ધારોધાર કડ આવે છે જો કોઇ વાહન ચાલક જરા પણ ભૂલ કરે તો બચવું મુશ્કેલ બને આ ગટર ઉંડી કુવા જેવી છે. જો કોઇ ભુલથી પણ ખાબકે તો પાણીનો મારો તેવી કોણી આકારની મહાકાય ગટર છે.અહીંથી જ વાહન ચાલકો પસાર થાય છે છતાં અધિકારીઓને શું આ મોતનો માચડો દેખાતો નહીં હોય કે કોઇના હાડકા ભાંગવાની કે મોતના મલાજાની રાહમાં છે તેવા સો મણના સવાલો ઉઠયા છે. વળી જોવાની વાત તો એ છે કે રાજકીય નેતાઓ અને જવાબદાર અધિકારીઓ રોજ અઢીથી પસાર થાય છે છતાં અહીં દીવાલ બનાવવામાં કેમ ઠાગા ઠૈયા કરે છે તે સમજાતુ નથી કોઇ નિર્દોષ નાગરિક આ ખાડામાં ખાબકે તે પહેલા કુંભકર્ણો જાગે તેવી લોક માંગ ઉઠી છે.

(11:43 am IST)