Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ગોંડલ કોરોના ઝોન બની રહ્યુ હોય કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરાશેઃ આગામી સપ્તાહમાં હોસ્પિટલ કાર્યરત

ગોંડલ,તા.૨૮: ગોંડલ પંથકમાં કોરોના બેકાબુ બનવાં પામ્યો છે.અત્યાર સુધીમાં સવાસો થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે.ત્યાંરે ગોંડલમાં જ કોરોના પોઝીટીવ દર્દી ને સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા ખટારાસ્ટેન્ડ પાસે આવેલ સાયન્સ સેન્ટર ભવનમાં અંદાજે ૪૮ બેડ સાથે ની કોવીડ-૧૯ હોસ્પિટલ આગામી સપ્તાહમાં કાર્યરત થશે.જેમાં આઇસોલેશન વોર્ડ સાથે ઓકસીજન,વેન્ટીલેટર સહીત તબીબી ટીમની સુવિધાઓ ઉપલબ્ધ થશે.દર્દીએ સરકારની ગાઇડલાઇન મુજબ ચાર્જ ભરવાનો રહેશે.

પ્રાન્ત અધિકારી રાજેશ આલનાં જણાવ્યાં અનુસાર હાલ કોરોના પોઝીટીવ નો રાફડો ફાટ્યો હોય રાજકોટ ખાતે પણ દર્દીઓ નો સમાવેશ મુશ્કેલ બન્યો હોય ગોંડલ ખાતે કોવીડ-૧૯ સેન્ટર કાર્યરત કરવાં વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.અહીં પ્રાઇવેટ ડોકટર ની ટીમ કામ કરશે જેનું મોનિટરીંગ વહીવટીતંત્ર દ્વારા કરાશે.સરકારશ્રી એ નિયત કરેલ ચાર્જમાં સારવાર અપાશે.

રાજેશ આલે વધુમાં જણાવ્યું કે રાજકોટની સિવિલ હોસ્પિટલની માફક અહીં હોસ્પિટલ તથાં સારવાર શકય નથી.કારણકે તે માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ સહીત નિષ્ણાત તબીબી ટીમ હોવી જરૂરી છે.જે શકય નથી.વળી મેડીકલ કોલેજ પણ નથી.જેને રાજકોટ માં છે.જેને કારણે પ્રાઇવેટ તબીબી ટીમ સાથે સાયન્સ સેન્ટરમાં કોવીડ-૧૯ સેન્ટર ઉભું કરાઇ રહયું છે.મીનીમમ ચાર્જીસ સાથે સુવિધા ઉપલબ્ધ કરાશે.તેમણે કહ્યું કે ગોંડલની સિવીલ હોસ્પિટલમાં એકસીડન્ટ સહીત ઇમરજન્સી ઉપરાંત અન્ય દર્દીઓ ની સારવાર કોરોનાને કારણે વિલંબિત થવાં સંભવના હોય અલગ કોવીડ સેન્ટર શરૃં થનાર છે.ગોંડલની માફક જેતપુર,ધોરાજીઙ્ગ સહીત તાલુકા કક્ષાએ કોવીડ સેન્ટરો શરૃં થનાર છે.

(11:43 am IST)