Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વેરાવળના કાજાલી ગામના જ્યોતિ ગ્રુપના

સ્વ.ખેંગારસિંહ ઝાલા ફાઉન્ડેશનના લોગાનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોન્ચીંગ

પ્રભાસ પાટણ,તા.૨૮ : વેરાવળ તાલુકાના કાજલી ગામનાં જ્યોતિ ગ્રુપનાં અને જીલ્લા ભાજપના અગ્રણી ખેંગારસિંહ ઝાલાનું અવસાન થતા તેમની સેવાકીય પ્રવૃતિ ચાલુ રહે તે માટે તેમના પુત્ર મનિષભાઇ ઝાલા () અશ્વીનભાઇ ઝાલા દ્વારા તેમના પિતાની સેવાકીય પ્રવૃતિઓ ચાલુ રાખવા પોતાના લેતાના નામનું એક ફાઉન્ડેશન બનાવવામાં આવેલ છે. આ ફાઉન્ડેશનના લોન્ચીંગ ગાંધીનગર ખાતે વિવયભાઇ રૂપાણીના હસ્તે તેમનાં પુત્ર અશ્વીનભાઇ ઝાલાની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતું.

મુખ્યમંત્રી રૂપાણીે અશ્વીનભાઇ ઝાલા સાથે ૧૫ થી ૨૦ મિનીટનો સમય આપેલ અને તેમનાં પિતાઓ પાર્ટી માટે જે કામગીરી કરેલ તેને યાદ કરેલ અશ્વીનભાઇ ઝાલાએ આ સેવાકીય પ્રવૃતિઓ ચાલુ રાખવા બદલ મુખ્યમંત્રીએ તેમને શુભેચ્છા પાઠવી આર્શીવાદ આપેલ હતા.

સ્વર્ગીય ખેંગારસિંહ ઝાલાની જીંદગી કોઇપણ પ્રકારના વ્યકિતગત સ્વાર્થ વગર સમાજ સેવામાં કાર્યરત હતી તેઓ નિઃસ્વાર્થ ભાવે જિલ્લાના કે તેમના નિરાકરણ લાવીને જ બેસતા તેમની સાથે રહેલા વ્યકિતઓ અને તેમના અને તેમના સંપર્કમાં આવેલા વ્યકિતઓ આજે પણ તેમનો હસ્તો ચેહરો તેમની સાદાઇ માટે અને સરવતાને યાદ કરીને તેમના પ્રત્યેનો આદરભાવ  વ્યકત કરે છે.

તેમની જીંદગીનો સેવાયજ્ઞ સમાજસેવા અને લોકઉપયોગી કાર્યોને અવરિત આગળ વધારવા સ્વ. ખેંગારસિંહ ઝાલા ફાઉન્ડેશનની સ્થાપનાં કરવામાં આવી છે. આ ફાઉન્ડેશનની કામગીરીમાં ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન, વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર, સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જરૂરીયાત મંદ માટે નોકરી માટે માર્ગદર્શન આપી શકય હશે તો વ્યવસ્થા કરવામાં આવશે અને વિવિધ સામાજીક લોકઉપયોગી પ્રવૃતિઓ કરવામાં આવશે

(11:44 am IST)