Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

હળવદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

હળવદઃઅર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા ટ્રી ગાર્ડ લગાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.સામંતસર તળાવ કિનારે અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રોજેકટ સફળ બનાવવામાં પર્યાવરણ પ્રેમી મનીષ દવેએ  જહેમત ઉઠાવેલ હતી. આ પ્રોજેકટમાં સમાજસેવક અને સેવાભાવી એવા તપનભાઈ દવે હાજર રહ્યા હતા. આ પ્રોજેકટનું ડોનેશન બ્રિલિયન્ટ સ્કૂલના મેનેજીંગ ડિરેકટર નરેશભાઈ રાવલે આપ્યું હતું.(તસ્વીરઃ હરીશ રબારી.હળવદ)

(11:44 am IST)