Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ૬ દાયકાથી વધારે સમયગાળામાં તેની એપ્રેન્ટીસ ટ્રેનીંગ સ્કુલમાં યુવાનોને સક્ષમ બનાવ્યા

મીઠાપુર તા. ર૮ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે આવેલી વિશ્વપ્રસિધ્ધ ટાટા કેમિકલ્સ દ્વાર પોતાની ફલેગશીપ એપ્રેન્ટીસશીપ ટ્રેનીંગ સ્કુલમાં સ્થાનિક યુવાનોને વિશેષ ઔદ્યોગિક તાલીમ અને એપ્રેન્ટીસશીપ પ્રદાન કરવાના ઉદેશ્ય સાથે ૬૦ વર્ષોથી વધારે સમયગાળાથી કાર્યરત છે. આ એ ટી એસ સ્કુલની સ્થાપના ટાટા કેમિકલ્સે ૧૯પ૪ માં કરી હતી. ત્યારથી અત્યાર સુધી આ સંસ્થાએ લાખો યુવાનોને ફિલ્ડમાં કુશળતા વિકસાવવામાં મદદ કરી છે કે જેથી તેઓ તમામ ક્ષેત્રોમાં કોઇ પણ ઉત્પાદન ઉદ્યોગમાં કામ કરવ કાર્યદક્ષ બન્યા છે.

ટાટા કેમિકલ્સના ચીફ હ્યુમન રીસોરસીસ ઓફીસર શ્રી આર. નંદાએ કહયું હતું કે આજે આપણે પડકારજનક સ્થિતિ સંજોગોમાં વર્લ્ડ યુથ સ્કીલ્ડસ ડે ની ઉજવણી કરી રહ્યા હોવાથી હાલની દુનિયામાં યુવા બેરોજગારીમાં વધારો સૌથી મહત્વપૂર્ણ સમસ્યા બની ગઇ છે. આ સમસ્યા વિકાસશીલ અને વિકસીત એમ બંને એકસરખી જોવા મળે છે. કોવીડ -૧૯ પછીની દુનિયામાં યુવાનોને રીકવરી ના પ્રયાસોમાં પ્રદાન કરવાની અપીલ કરવામાં આવી હોવાથી બદલાતા પડકારોને સફળતાપૂર્વક ઝીલવા અને ભવિષ્યના પરિવર્તનો સ્વીકારવાની ક્ષમતા સાથે સજ્જ થવા તેમને કુશળતાઓ સાથે સજ્જ થવાની જરૂર પડશે.

આ સાથે તેઓએ ઉમેર્યું હતું કે અમારી એ ટી એસ જેવી સ્કુલમાં યુવાનોને ઉંચિત દિશાને અનુસરવા અને અનિશ્ચિતતા ધરાવતી દુનિયામાં આશા સાથે આગળ વધતા પ્રોત્સાહન આપવાનું જાળવી રક્ષે. અમે ટાટા કેમીકલ્સમાં વર્ષોથી કૌશલ્ય તાલીમ પ્રદાન કરીને સ્થાનિક સમુદાયની આજીવિકાને ટેકો આપવા પ્રતિબધ્ધ છીએ.

આપણા ભારત દેશના અર્થતંત્રને બેઠું કરવા જરૂરી કુશળતાઓ વિકસાવવા સ્થાનિક યુવાનોને તાલીમ આપવાની કામગીરી કરશુંે આ ઉપરાાંત અમે આમાં મોટા પાયે રોકાણ કર્યુ છે કેનો ઉદેશ્ય લાયકાત ધરાવતા, કુશળ ટેકનીશીયનો પેદા કરવાનો છે. અહી પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ જે કુશળતાઓ ધરાવે છે એની સારી એવી માંગ છે અને તેઓ રોજગારીની સારી એવી તકો પ્રાપ્ત કરી શકે છે. એ ટી એસના વિદ્યાર્થીઓમાં ૭પ થી ૮૦ ટકા યુવાનો સ્થાનિક હોય એ સુનિશ્ચિત કરીને સ્થાનિક યુવાનોને સક્ષમ બનાવવા આતુર છે. અત્યારે એ ટી એસ મેઇન્ટેનન્સ એન્ડ ઓપરેશનસના વિવિધ ટ્રેડમાં ૧૮૭ વિદ્યાર્થીઓ ધરાવે છે એમાં બોઇલર એટેન્ડટ, ઇલેકટ્રીશિયન, ફીતર, ઇન્સતૃમેન્ટ ટેકનીશીયન અને કોમ્પ્યુટર ઓપરેટર વગેરે સામેલ છે. એ ટી એસ.ની વિશ્વસનિયતાનો તાગ એ હકિકત પરથી મેળવી શકાય છે કે સંસ્થાએ છેલ્લા ૧૦ વર્ષમાં એના વિદ્યાર્થીઓના લગભગ  ૧૦૦ ટકા પ્લેસમેન્ટ રેકોર્ડ કર્યો છે.

(11:45 am IST)