Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

હળવદમાં લોકમેળો રદ

હળવદ,તા.૨૮: અહીંની મામલતદાર કચેરી ખાતે હળવદઙ્ગ તાલુકાના અધીકારીઓ તથા દરેક સમાજના અગ્રણીઓ,સામાજીક સંસ્થાઓ ના આગેવાનો સાથે મોરબી જિલ્લા એસ. ડી.ઙ્ગ એમ.ઙ્ગ ગંગાસિઘંના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.ઙ્ગ

કોવિડ-૧૯ ન ફેલાય તે હેતુથી ગુજરાતમાં લોકમેળા ન યોજાવા રાજય સરકારે નિર્ણય લીધો છે ત્યારે હળવદ પંથકમાં વષો વર્ષ પરપરાંગત યોજાતા શ્રાવણીયા લોકમેળા આ વખતે ભરાશે નહી, અનલોકની સાથે રાજય સરકારે મોટાભાગની છુટછાટ તો આપી દીધી છે. પરંતુ કલમ ૧૪૪ હજુ'ય અમલમાં છે એટલે ચારથી કે તેથી વધુ લોકો એક જગ્યાએ એકત્ર થઈ શકે નહી. ત્યારે આ વર્ષ શ્રાવણ માસમાં હળવદ પથંકમાં  યોજાનાર મેળા કે ધાર્મિક મેળાવડા, પર કોરાનાનું ગ્રહણ લાગ્યુ છે. નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે,તંત્ર દ્વારા લોકો એકત્ર (મેળાવડો) થાય તેવા કાર્યક્રમો ન યોજવા સરકાર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે.આ તકે હળવદ મામલતદાર વી કે સોલંકી, પી એમ દેકેવાડીયા, ચીફ ઓફિસર સાગર રાડીયા, અમિતભાઈ રાવલ,ટીડીઓ, માળીયા મામલતદાર નીનામા, પીએસઆઇ રાજેન્દ્રદાન ગઢવી તેમજ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)