Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સરપંચ અને સભ્યએ સામસામી બાયો ચડાવી ?

કોટડાસાંગાણીના બગદડીયામાં સરપંચે સભ્યના માથામાં ધોકો ફટકાર્યો સામસામી પોલીસ ફરિયાદ

કોટડાસાંગાણી તા. ૨૮ : કોટડાસાંગાણીના બગદડીયા ગામે સરપંચે યુવક પર ધોકા વડે હુમલો કરતા સારવાર અર્થે ગોંડલ ખસેડવામાં આવ્યો હતો.મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તો સરપંચે પણ પોતાના પર હુમલો થયાની ફરીયાદ નોંધાવી છે.

તાલુકાના બગદડીયા ગામે ગ્રામ પંચાયતમા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.જે મામલે ગામના સરપંચઙ્ગ ભીખુ નરસંગ ડાંગરે ગ્રામ પંચાયતના સભ્ય ગોપાલ ઉર્ફે ભરત મેતા જયારે તેમની અનાજ દળવાની ઘંટીએ બપોરના સુમારે કામ કરતા હોઈ ત્યારે ગામનાઙ્ગ સરપંચઙ્ગ ભીખુ નરસંગ ડાંગર ઉ.વ.આ.૫૫ ત્યા પહોંચી જઘડો કરી તુ કેમ બહુ પંચાયતના કામોમા સભ્યોને ચડામણી કરાવીશ તેવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હાથમા રહેલ ધોકાનો ઘા માથામાં ફટકારતા યુવકને માથાને ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ગોંડલ સીવીલમા ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસે સરપંચ વિરુદ્ઘ આઇપીસી કલમ ૩૨૩ ૫૦૪ ૫૦૬(૨) ૨૯૪(અ) ૩૨૪ સહીતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો.બીજી તરફ સરપંચે પણ ભરતે તેમનીઙ્ગ ઉપર હુમલો કર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે બંનેની ફરીયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બગદડીયા ગ્રામ પંચાયતમા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.અને સરપંચ તેમજ સભ્યોના બે જુથ પડ્યા હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. જે મામલે સરપંચ અને સભ્ય વચ્ચે તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી બંને વચ્ચે કજીયો થયા સમગ્ર મામલો પોલીસમા પહોંચ્યો છે.પોલીસે સરપંચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)