Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ઉનામાં સ્વૈચ્છીક લોકડાઉન પૂર્ણ થયા બાદ બજારમાં લોકોની ભીડઃ સોશ્યલ ડિસ્ટન્સ પળાતું નથી

ઉના તા. ર૮ :.. વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક પાંચ દિવસનું લોકડાઉન પુરૂ થતાં મુખ્ય બજારમાં માણસોની ભીડ ઉમટી પડેલ સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું નથી. લોકો માસ્ક પણ પહેરતા નથી તંત્ર મૌન બની ગયેલ છે. કોરોનાં સંક્રમણનાં કેસો વધે તેવુ જોખમ ઉભુ થયું છે.

વિવિધ વેપારી એસોસીએશને પાંચ દિવસનું થતાં લોકડાઉન આપેલ હતું સજ્જડ બંધ રહ્યું હતું પરંતુ પુરૂ થતા સવારથી ટાવર ચોકથી પોસ્ટ ઓફીસ ચોક મેઇન બજારમાં લોકો જાણે કોરોના દુર થઇ ગયો હોય તેમ બની એક બીજા વચ્ચે સોશ્યલ ડીસ્ટશન રાખ્યા વગર માસ્ક પહેરીયા વગર ગીરદીમાં જોવા મળી રહ્યા છે. આવુ રહ્યુ તો કોરોનો સંક્રમણનાં કેસો વધે તેવું જોખમ ઉભુ થયેલ છે.

અગાઉ પાંચ દિવસ લોકડાઉન હોવા છતાં શહેર તાલુકામાં ૪૦ થી પ૦ કોરોના પોઝીટીવ કેસ આવેલ હતા ર નાં મૃત્યુ પણ થયા હતાં. પ્રજાને કડક નિયમોનું પાલન કોણ કરાવશે ? તંત્ર પણ મુક પ્રેક્ષક બની રહેલ છે.

(11:56 am IST)