Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મધ્યગીરમાં તુલસીશ્યામની જગ્યામાં જન્માષ્ટમી મહોત્સવ મોકૂફ રહેશે

રાજુલા, તા.૨૮:મધ્ય ગીરમાં આવેલા સુપ્રસિદ્ઘ તુલસીશ્યામ ભગવાનના સાનિધ્યમાં આગામી તહેવારોમાં જન્માષ્ટમી શ્યામ જન્મ ઉત્સવ આવી રહ્યો છે સાતમ આઠમના તહેવારોમાં બે દિવસ અહીં બે લાખ જેટલા યાત્રિકો શ્યામ ભગવાનના દર્શન કરે છે ધન્યતા અનુભવે છે પર પ્રાંત રાજયોના લોકો સોમનાથ દર્શને આવે છે જેથી તુલસીશ્યામ ફરજિયાત આવે છે.

સમગ્ર સોરઠ નાઘેર પાંચાળ ગોહિલવાડ બાબરીયાવાડ અને શ્યામ સેવકો થી તુલસીશ્યામ ઉભરાય જાય છે ગરમ પાણીમાં નાહવાનું અને મહા પ્રસાદનો લાભ લેશે વર્ષો પરંપરા મુજબ આ ગાડી ગીર માં સાવજોના અવાજ ત્રાડ વાતાવરણમાં શ્યામ ભગવાનનો જન્મોત્સવ ભવ્ય રીતે પરંપરા મુજબ ઉજવવામાં આવી રહ્યો છે.

તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે કોરાના ને લઇજન્માષ્ટમી મહોત્સવ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ હાલ શ્યામ ભગવાનનું મંદિર પણ બંધ છે ત્યારે તુલસીશ્યામ ટ્રસ્ટ અને માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ એ સરકારના પાલન નિયમો ચુસ્તપણે અમલ કરવામાં આવશે.

દર વર્ષે અહીં રાત્રિના જન્માષ્ટમીના દિવસે ડાયરાઓ રાખવામાં આવતા તે શ્યામ મંદિર નું ડેકોરેશન શણગાર તથા ધજા રોપણ મહાપ્રસાદ સત્યનારાયણ ભગવાનની કથા તેમજ યાત્રાળુને રાત્રે રોકાણ મહાપ્રસાદ કાર્યક્રમ પણ મુલત્વી રાખવામાં આવ્યો છે શ્યામ સેવકોને પણ તુલસીશ્યામ ન આવવા અને સાથ સહકાર આપવા માટે ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરી હતી.ટ્રસ્ટના પ્રમુખપ્રતાપભાઇ વરૂ ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણયનો કડક અમલ કરવા નક્કી કરવામાં આવ્યું છે તેમ તુલસી શ્યામ મંદિર મેનેજર શ્રી અશોકભાઈ ગઢવી ની યાદીમાં જણાવાયું છે.

(12:03 pm IST)