Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજકોટ જેલમાંથી હત્યાનો આરોપી પેરોલજંપ કરી ફરાર થયા બાદ મોરબીથી ઝડપાયો

મોરબી,તા.૨૮:ભાવનગરમાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ રાજકોટ જેલમાં બંધ હોય જે પેરોલ જંપ કરી નાસી ગયો હોય અને આરોપી પાંચ મહિના બાદ આખરે ઝડપાયો છે

રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ દ્વારા રેન્જમાં પેરોલ ફર્લો વચગાળાના જામીન અને જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને ઝડપી લેવા એકશન પ્લાન બનાવી સ્કવોડના પીએસઆઈ જે એસ ડેલાને કામગીરી સોપી હોય દરમિયાન ભાવનગર ડી ડીવીઝન પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં વર્ષ ૨૦૧૧ માં પકડાયેલ અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતો કેદી ૬ માસથી પેરોલ પર છૂટી પાંચ માસથી જંપ થયેલ પાકા કામના કેદી સોયબ હૈદર જેડા રહે હાઉસિંગ બોર્ડ ભાવનગર વાળો મોરબીના વિસીપરામાં મદીના સોસાયટીમાં છુપી રીતે હોવાની બાતમી મળતા પીએસઆઈ જે એસ ડેલાની ટીમના ભગવાનજીભાઈ ખટાણા,મહાવીરસિહ પરમાર સહિતની ટીમે કેદીને મોરબી ક્રિષ્ના હોટલ બાયપાસ નજીકથી પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર કેદીને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવા માટે આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

(12:09 pm IST)