Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસ

વઢવાણ, તા.૨૮: છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં ૨૯ નવા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે જેમાં ૩૨ વર્ષીય પુરુષ રહેવાસી માલવણ ૨૯ વર્ષીય મહિલા રહેવાસી માલણપુર ત્યારે વાઘડા એક જ ગામમાં કોરોનાવાયરસ ના પાંચ પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે આ પાંચે પાંચ મહિલાને પોઝિટિવ રિપોર્ટ આવતા સમગ્ર ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે ૨૦ વર્ષીય મહિલા હરીપુરા ૫૨ વર્ષીય પુરુષને સેડલા ૪૪ વર્ષીય પુરુષને ગેડીયા ૬૫ વર્ષીય પુરુષ પાટડી ૪૫ વર્ષીય પુરુષ પાટડી ૨૫ વર્ષીય પુરુષ સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ ૨૫ વર્ષીય મહિલા સી.યુ .શાહ મેડિકલ કોલેજ ૩૦ વર્ષીય પુરુષ અને ૪૨ વર્ષીય પુરુષ રહેવાસી રતનપર વિસ્તાર ૪૮ વર્ષીય પુરુષ એમ.જી.રોડ ૫૪ વર્ષીય પુરુષ ઘાચીવાડ સુરેન્દ્રનગર ૬૧ વર્ષીય પુરુષને સુરેન્દ્રનગર ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે .

આ ઉપરાંત ચોટીલા તાલુકામાં બે કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે જેમાં ૨૭ વર્ષીય પુરુષ ગામ લાખણકા અને ૫૦ વર્ષીય પુરુષ ગામ મઘરીખડા બીજી તરફ ધાંગધ્રા માં પણ એક કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાયો છે જેમાં ૫૯ વર્ષના પુરુષ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે બીજી તરફ લીંબડીમાં પણ એક કોરોનાવાયરસ ના કેસ સામે આવ્યો છે દેવા ૭૫ વર્ષીય પુરુષ નવયુગ સોસાયટી બસ સ્ટેન્ડ રોડ ઉપર રહેતા પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે મુળીમાં પણ ગઈ કાલે બે પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ૨૫ વર્ષીય મહિલા ભવાનીગઢ ૫૬ વર્ષીય મહિલા લીમલી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બીજી તરફ સાયલામાં પણ ત્રણ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ૪૦ વર્ષીય મહિલા સમતપુર ગામ ૬૦ વર્ષીય મહિલા ભાડુકા ૬૧ વર્ષીય મહિલા સોખડા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સ્થાનમાં પણ વધુ એક કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ સામે આવ્યો છે જેમાં ૩૯ વર્ષીય મહિલા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે..

ત્યારે હાલમાં જે ગામોમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાયા છે તે વિસ્તારને તંત્ર દ્વારા બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને હાલમાં આ વિસ્તારોમાં સેનેટાઈઝર નો છટકાવ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વધતા જતા કોરોના કેસ બાદ જીલ્લામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

(12:05 pm IST)