Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જસદણમાં કાર, યુટીલીટી વચ્ચે અકસ્માતઃ રાજકોટના ડોકટર પરિવારનો બચાવ

જસદણ તા. ર૮ :.. જસદણમાં સ્મશાનની ગોળાઇ વિસ્તારમાં રાજકોટના એક ડોકટરની કાર અને યુટીલીટી સામે સામે અથડાતાં રાજકોટના એક ડોકટર પરિવારનો આબાદ બચાવ થયો હતો. અને યુટીલીટી ચાલક યુટીલીટી  રેઢી મુકી નાસી છૂટયો હતો.

સ્મશાન રોડ પર રાજકોટમાં ફરજ બજાવતાં એક ડોકટરના પિતા કાર લઇને જતા હતાં. ત્યારે રોંગ સાઇડમાં આવતી એક યુટીલીટીના ચાલકે ડોકટરની કાર સાથે અથડાવી હતી.

(12:06 pm IST)