Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પોરબંદર જિલ્લાના કોરોના કેસના ગાંધીનગર અને સ્થાનિક કક્ષાના બન્ને આંકડામાં તફાવત

પોરબંદર,તા.૨૭ : જિલ્લામાં કોરોનાના  સ્થાનિક આરોગ્ય ખાતાના તેમજ ગાંધીનગર આરોગ્ય ખાતાના આંકડા બન્ને વચ્ચે તફાવતની ફરીયાદો ઉઠી છે.

કોરોના કેસના આંકડાની માયાજાળને બદલે વાસ્તવીક આંકડા આપવા માંગણી ઉઠી છે.

પોરબંદર જીલ્લામાં વહીવટી તંત્રએ જાહેર કર્યા મુજબ પોરબંદરમાં અત્યાર સુધીના  ૫૦ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે જીલ્લામાં ૨૪ લોકો કોરોનાની લડાઈ લડીને થઈને સાજા થયા છે તેમજ  કોરોનાની ઝપેટમાં આવી એવા ત્રણ લોકોના મૃત્યુ પામેલ છે જ્યારે  પોરબંદર વહીવટી તંત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની અખબારી યાદીમાં જાહેર કરેલા આંકડાનો તફાવત જોવા મળે છે. સ્થાનીક કક્ષાએ માહીતી મુજબ તા.૨૫ પોરબંદર વહીવટી તંત્રના આંકડા ૪૯ પોઝીટીવ છે. આરોગ્ય અને પરવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ૩૯ છે તફાવત ૧૦ આંકડાનો મળ્યો છે. ઉપરાંત  તા.૨૪ પોરબંદર વહીવટી તંત્રએ આપેલા આંકડા ૪૩ પોઝીટીવ છે

આરોગ્ય અને પરવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ૩૬ છે તફાવત ૭ કેસનો છે.

 તા.૨૩ પોરબંદર વહીવટી તંત્રએ જણાવ્યા મુજબ ૪૧ છે આરોગ્ય અને પરવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ૩૫ છે તફાવત ૬ આંકડાનો છે

 આ રીતેછેલ્લા ત્રણ દિવસના આરોગ્ય અને પરવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યાના આંકડા અને પોરબંદર વહીવટી તંત્રએ જણાવ્યા મુજબના આંકડામાં આટલો મોટો તફાવત આવસે એ અમે કયારેય નથી વિચાર્યું તેમ ડો.બી.ડી, કરમટા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીએ જણાવેલ છે.

(12:06 pm IST)