Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજકોટ જીલ્લામાં જૂગારીયાઓ ઉપર પોલીસની ધોંસઃ ૧૦ દરોડામાં ૮૦ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા

ગોંડલ પંથકમાં ૩ દરોડામાં ૧૮, ભાડલાના ખડવાવડી ગામે ૧૬, શાપર-વેરાવળમાં ૮, જામકંડોરણાના રોંધેલ ગામે ૮, પાટણવાવના કલાણા ગામે ૯ તથા જસદણ પંથકમાં ૩ દરોડામાં ર૧ શખ્સો જુગાર રમતા પકડાયાઃ લાખોનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ર૮ :.. જીલ્લામાં શ્રાવણીયા જૂગારના પાટલા શરૂ થઇ જતાં પોલીસે જૂગારીયાઓ ઉપર ધોંસ બોલાવી છે. જીલ્લામાં પોલીસે અલગ અલગ ૧૦ જગ્યાએ જુગારના દરોડા પાડી જૂગાર રમતા ૮૦ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડામાં ગોંડલમાં ભોજરાજપરામાં સરદાર કેમીકલ કારખાનામાં હર્ષીલ સુભાષભાઇ મકાણી રે. ભોજરાજપર શેરી નં. ૧૮ પોતાના કારખાનામાં બહારના માણસોને બોલાવી જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા ગોંડલના પી. એસ. આઇ. બી. એલ. ઝાલા તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા હર્ષીલ પટેલ, અમર જીતેન્દ્રભાઇ સોનપાલ, અક્ષય નરસીભાઇ કોટડીયા, રવિ રમેશભાઇ કોટડીયા, આનંદ કિશોરભાઇ મેર તથા અશ્વિન માધવભાઇ રૈયાણીને રોકડા રૂ. ૮૬,૮પ૦ અને  મો. નંગ ૬ મળી કુલ ૧.૪૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડામાં ગોંડલના મસીતાળા ગામની સીમમાં હરદાસ કરશનભાઇ મોર બહારથી માણસો બોલાવી જૂગર રમાડતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. એમ. એન. રાણા તથા પી. એસ. આઇ. એચ. એમ. રાણાની ટીમે દરોડો પાડી જૂગાર રમતા હરદાસ મોર, રમેશ મુળુભાઇ સુરૂ, રે. લીલાખા, લખમણ ઉર્ફે લખુ પુંજાભાઇ બાખલીયા રે. વિરપુર, લલીત કેશુભાઇ વેકરીયા રે. વિરપુર, પરેશ ઉર્ફે પિન્ટુ ભરતભાઇ ઠુમ્મર રે. ચોકસીનગર ગોંડલ તથા કેતન પ્રવિણભાઇ ડાભી રે. વોરા કોટડાને રોકડા રૂ. ૬ર,૪પ૦, ત્રણ બાઇક તથા મોબાઇલ મળી કુલ ત્રીજા દરોડામાં ગોંડલમાં આશાપુરા ફાટક પાસે રૈયારાજ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગોંડલ ડી.વાય.એસ.પી. પી.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ તથા પી.આઇ. કે.એન. રામાનુજની સુચનાથી પી.એમ.આઇ. વી.કે. ગોલવેકર તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા મુકેશ ગોવિંદભાઇ વાળા, વિલાસબેન ભીખુભાઇ દુધેરા, જયોતિબેન ગૌતમભાઇ બારીયા રે. ત્રણેય રૈયારાજ સોસાયટી, દિલીપ ગોવાભાઇ બોરીચા રે. બીલીયાળા, કિશોર ધીરૂભાઇ મકવાણા રહે. અજમરાનગર ગોંડલ, પોલા ડાયાભાઇ ખીમસુરીયા રે. મોટા મહીકા તથા દિવ્યેશ કાનજીભાઇ જાદવ રે. ભગવતપરા શેરી નં. ૧૮/ર૭ ગોંડલને રોકડા રૂ. ર૧,૩૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં ભાડલાના ખડવાવડી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. એચ.પી. ગઢવી, હડ કોન્સ. વલ્લભભાઇ બાવળીયા, અશ્વિનભાઇ માલકીયા, પો.કો. લાલજીભાઇ તલસાણીયા, વિજયભાઇ સરવૈયા, અરવિંદભાઇ ઝાપડીયા તથા અશ્વિનભાઇ માલકીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ભૂપત પોપટભાઇ સરેલીયા, દિનેશ લીંબાભાઇ મેર, પ્રવિણ મેરામભાઇ સરેલીયા , હરેશ લખમણભાઇ સરેલીયા, વસંત તળશીભાઇ સરેલીયા, જીલુ સુખાભાઇ સરેલીયા, જગદીશ બાબુભાઇ સરેલીયા, સંજય વિનુભાઇ સરેલીયા, મહેશ હીરાભાઇ હાંડા, રાયધન તળશીભાઇ સરેલીયા, જીતેશ નાથાભાઇ સરેલીયા, કાન્તી લખમણભાઇ સરેલીયા, અલ્પેશ વસંતભાઇ સરેલીયા, વિક્રમ અમરશીભાઇ મેર, વિજય વસંતભાઇ સરેલીયા તથા ભાવેશ રમેશભાઇ સરેલીયા રે. તમામ ખડવાવડીને રોકડા રૂ.૧૩૩૬૦ અને ગંજીપતા સાથે ઝડપી લઇ તમામ સામે ગુન્હો દાખલ કર્યો હતો.

પાંચમા દરોડામાં શાપર-વેરાવળમાં રાધેક્રિષ્ના હાઇટસ ફલેટ નં. ૧૦૪માં વિજય રછોડભાઇ કલોલા બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ, હેડ કો. રોહિત બકોત્રા, રવિરાજસિંહ ઝાલા, રવુભાઇ ગીડા તથા નરેશભાઇ લીબોલા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વિજય રણછોડભાઇ કલોલ, જયદીપ વિજયભાઇ કલોલા, મેહુલ વિઠ્ઠલભાઇ રાઠોડ, વાસુર ઉર્ફે ભોજા કાનાભાઇ સુવા, અતુલ કાંતિભાઇ સવાણી, નિશાંત ભગવાનજીભાઇ વિરોજા, અલ્પેશ કાંતિભાઇ સવાણી તથા ભાવિન મનસુખભાઇ બુટાણી રે. તમામ શાપર-વેરાવળને રોકડા  ૧.ર૭ લાખ, ૮ મોબાઇલ તથા ૪ વાહન મળી કુલ રૂ.પ.૬પ લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

છઠ્ઠા દરોડામાં જામકંડોરણાના રોધેલ ગામે યોગેશ અરજણભાઇ વિરાણીની વાડીએ ઓરડીના દિવાલ પાસે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. જે.યુ. ગોહિલ તથા હેડ કો. મનજીભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા જીગ્નેશ ગોબરભાઇ વિરાણી રે. રોધેલ, સુભાષસિંહ ઉર્ફે પીલભા પ્રભાતસિંહ જાડેજા રે. પાટલી, નિલેષ છગનભાઇ વેકરીયા રે. રોધેલ, બિજલ ઉમરાભાઇ કરમટા રે. રોંઘલ, ઇમરાન હસનભાઇ સેતા રે. રોધેલ, જસ્મીન અશોકભાઇ વિરાણી રે. રોધેલ, બહાદુરસિંહ દાનુભા ચુડાસમા તથા સંજયસિંહ ભીખુભા જાડેજા રે. ચરેલને રોકડા રૂ.૩૬૭૦૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સાતમાં દરોડામાં પાટણવાવના કલાલા ગામે મુમતાઝબેન મુસાભાઇ નાઇના મકાનમાં જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા પાટણવાવના પીએસઆઇ વાય.બી. રાણા તથા પો.કો. ખીમજીભાઇ હુંણ, સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા મુમતાઝબેન, રહેમતબેન ફિરોઝભાઇ નાઇ, રહેમતબેન કાસમભાઇ નાઇ, સનમબેન મોહસીનભાઇ નાઇ, હમીદાબેન ઓસમાણભાઇ નાઇ, લાભુબેન રાઘવજીભાઇ ચૌહાણ

 ૧.૪૯ લાખના મુદામાલ સાથે પકડી પાડી ગોંડલ પોલીસના હવાલે કર્યા હતાં.

રતનબેન કારાભાઇ ગરેજા, ભાવેશ કારાભાઇ ગરેજા, વાલજી રાઘવભાઇ ચૌહાણ રે. તમામ કલાણાને રોકડા રૂ. ૧૧,૪૬૦, મોબાઇલ તથા બાઇક મળી કુલ રૂ. ૩૭,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન સમીર મુસાભાઇ નાઇ નાસી છૂટયો હતો.

આઠમાં દરોડામાં જસદણના બાખલવડ ગામે ભરત બાધાભાઇ પલાળીયાની વાડી પાસે જસદણના પી.એસ.આઇ. આર.પી.કોડીયાતર તથા પો.કો. મયુરભાઇ વાસાણી સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ભરત પલાળીયા, રાજેશ છગનભાઇ સોસા રે. વાજસુરપરા શેરી નં. ૧૩ જસદણ, યોગેશભાઇ લઘરાભાઇ રોજાસરા શકિતનગર જસદણ, રાજુ ચનાભાઇ અજડીયા રે. વાજસુરપરા શેરી નં. ૧૨ - જસદણ, પ્રવિણ તળશીભાઇ ભેંસજાળીયા રહે. વાજસુરપરા શેરી નં. ૧૧ - જસદણ, અશોક મોહનભાઇ વાળા રે. વાજસુરપરા શેરી નં. ૧૧ - જસદણ, વલ્લભ કેશુભાઇ ડાંગર રે. બાખલવડ, રસીક બાબુભાઇ વાટીયા રે. વાજસુરપરા શેરી નં. ૧૨ - જસદણ, કેશુ મેઘજીભાઇ ડાંગર રહે. બાખલવડ તથા જેરામ છગનભાઇ પલાળીયા રહે. બાખલવડને રોકડા રૂ. ૩૫૬૩૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

નવમાં દરોડામાં જસદણમાં શ્રીનાથજી ચોકની સામેની શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણના પો.કો. ફુરકાનભાઇ ગીગાણી સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ઘનશ્યામ રણછોડભાઇ કટેશીયા, વિજય જેરામભાઇ માલકીયા, રાહુલ પ્રવિણભાઇ રૂપારેલીયા, જયેશ મનસુખભાઇ મકવાણા, લાલજી ઘુંઘાભાઇ સરૈયા, સુરેશ સોમાભાઇ હતવાણી તથા અરવિંદ મોહનભાઇ કાતરીયા રે. તમામ જસદણને રોકડા રૂ. ૧૧૩૦૦ અને બાઇક મળી કુલ રૂ. ૫૫,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દસમાં દરોડામાં જસદણના નાની લાખાવડ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પો.કો. મહિપતભાઇ જાંબુકીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા કાના અરજણભાઇ મેર, અરવિંદ ગોરધનભાઇ સરીયા, બળવંત અમરશીભાઇ કાચેલા તથા પ્રકાશ ભીખુભાઇ રોજાસરા રે. તમામ નાની લાખાવડને રોકડા રૂ. ૩૬૦૬૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:10 pm IST)