Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કાલે વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ પુણ્યતિથીએ સેવાકાર્યોનો ધમધમાટ

૧૧ જગ્યાએ રકતદાન કેમ્પઃ ૧૭ હજાર પરીવારોને વિનામુલ્યે ફરસાણ અને મિઠાઇનું વિતરણ કરાશે

 

પ્રથમ તસ્વીરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયા બીજી તસ્વીરમાં જામકંડોરણામાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતીથી નિમિતે મિઠાઇ તથા ફરસાણ વિતરણ માટે બનતી મીઠાઇનું જાત નિરીક્ષણ કરતા જયેશભાઇ રાદડીયા તથા ગોવિંદભાઇ રાણપરીયા સહીતના નજરે પડે છે.

ધોરાજી-જામંડોરણા, તા., ર૮: સૌરાષ્ટ્રના ખેડુત નેતા અને પુર્વ કેબીનેટ મંત્રી તેમજ પોરબંદરના પુર્વ સાંસદ અને રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના પુર્વ ચેરમેન સ્વ. વિઠલભાઇ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે જામકંડોરણામાં કાલે તા.ર૯ને બુધવારના રોજ સવારે આઠ વાગ્યાથી કુમાર છાત્રાલય ખાતે ગરીબ પરીવારોને વિનામુલ્યે મીઠાઇ તથા ફરસાણ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ૧૧ જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે.

સ્વ.વિઠલભાઇ રાદડીયા છેલ્લા ઘણા સમયથી જન્માષ્ટમીના તહેવારોમાં ગરીબ પરીવારોને વિનામુલ્યે મીઠાઇ તથા ફરસાણનું વિતરણ કરતા હતા તેમના આ સેવાકાર્યને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ આગળ ધપાવી તેમની આ પ્રથમ વાર્ષિક પુણ્યતીથીએ જામકંડોરણા તાલુકાની સાથે સાથે કાલાવડ, ધોરાજી, જેતપુર સહીતના તાલુકામાં અંદાજે ૧૭ હજાર જેટલા ગરીબ પરીવારોને વિનામુલ્યે શુધ્ધ ઘીજો મોહનથાળ અને ફરસાણની કિટ બનાવી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે રીતે વિતરણ કરવામાં આવશે જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે મીઠાઇ ફરસાણ બનાવવાના રસોડાની કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જાત મુલાકાત લીધી હતી અને મીઠાઇ ફરસાણની ગુણવતાની ચકાસણી કરી હતી અને રસોડાની કામગીરીની સમીક્ષા કરી હતી.

પહેલા જન્માષ્ટમીના તહેવારોમાં પાંચ હજાર પરીવારોને વિનામુલ્યે મીઠાઇ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવતું હતું આ વર્ષે જયેશભાઇ રાદડીયા અને લલીતભાઇ રાદડીયાએ સ્વ.વિઠલભાઇ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે સેવાનો વ્યાપ વધારીને ધોરાજી, જેતપુર, કાલાવડ અને જામકંડોરણા તાલુકાના અંદાજે ૧૭ હજાર જેટલા ગરીબ પરીવારોને મીઠાઇ ફરસાણ વિતરણ કરવાનું આયોજન કરેલ છે.

આ મીઠાઇ ફરસાણ વિતરણ માટેના આયોજન માટે ગોવિંદભાઇ રાણપરીયા, વિઠલભાઇ બોદર, ચંદુભા ચૌહાણ, ચિમનભાઇ પાનસુરીયા, વિપુલભાઇ બાલધા, જીતુભાઇ ગોંડલીયા તેમજ તાલુકાના આગેવાનો, સરપંચો ખોડલધામ સમીતીના કાર્યકરો કાર્યરત છે.

રાજયના કેબિનેટ મંત્રી અને લેઉવા પટેલ કન્યા છાત્રાલય જામ કંડોરણા ના પ્રમુખ જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે મારા પૂજય પિતાશ્રી સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા એ જામકંડોરણા વિસ્તારના ગરીબ પરિવારોને છેલ્લા દ્યણા સમયથી વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈ જન્માષ્ટમી તહેવારો પર આપતા હતા જે સેવા તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ તારીખ ૨૯ ને બુધવારના રોજ આવતી હોય અને જન્માષ્ટમી પહેલાં હોય જેથી અમો માત્ર જામકંડોરણા નહીં સાથે જામકંડોરણા કાલાવડ ધોરાજી જેતપુર વિગેરે તાલુકાના અંદાજે ૧૭ હજાર જેટલા ગરીબ પરિવારોને વિનામૂલ્યે શુદ્ઘ દ્યીનો મોહનથાળ અને ફરસાણ એક વ્યકિતને રૂપિયા ૨૫૦ ની કિંમત ના પેકેટ બનાવીને અમો સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી ધોરાજી જેતપુર જામકંડોરણા અને કાલાવડ તાલુકાના ગરીબ પરિવારોને રૂબરૂ એમના સ્થળે પહોંચી આપવાનો અમે નક્કી કર્યું છે.

રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા એ જણાવેલ કે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા અમારા સૌના માર્ગદર્શક હતા આજે તેવો નથી જેનું અમને ઘણું દુઃખ છે પરંતુ તેમની જે સેવા કાર્યો છે તે સેવાકાર્ય જયેશભાઇ રાદડીયા અને રાદડીયા પરિવાર દ્વારા અવિરત ચાલુ રહે તે બાબતને વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સાથે જામકંડોરણાના સરપંચ જસમતભાઈ કોયાણી જામકંડોરણા તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભાઇ ચૌહાણ જામકંડોરણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર ચીમનભાઈ પાનસુરીયા જયેશભાઇ રાદડીયા ના પીએ વિપુલભાઈ બાલધા જીતુભાઈ ગોંડલીયા કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા તેમજ જામકંડોરણા તાલુકાના સરપંચો ખોડલધામ સમિતિના કાર્યકર્તાઓ વિગેરે અગ્રણીઓ ૧૭૦૦૦ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈ વિતરણ કરવાની વ્યવસ્થા માં જહેમત ઉઠાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રના સિંહ અને છોટે સરદાર ગણાતા વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્ત્।ે સમગ્ર રાજકોટ જિલ્લા સહિત જૂનાગઢ જીલ્લો અમદાવાદ ભરૂચ વિગેરે એક સાથે ૧૩ સ્થાનો ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ તારીખ ૨૯ ને બુધવારના રોજ સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી યોજાશે જેમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ લલીતભાઈ રાદડિયા ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્રના ખેડૂતો નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ પોરબંદરના સાંસદ અને રાજકોટ ડિસટીક કો.ઓપ બેંક લિમિટેડ ના ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્ત્।ે રાજકોટ જિલ્લા બેંક કર્મચારી ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સહકારી પરિવાર દ્વારા તારીખ ૨૯ ને બુધવારના રોજ સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી સમગ્ર રાજકોટ જિલ્લામાં તેમજ જૂનાગઢ જીલ્લો અમદાવાદ અને ભરૂચ વિગેરે વિસ્તારોમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લા બેંક મેનેજર વી.એમ.સખીયા સાથી ઓફિસરો જયંતીભાઈ બોડા ભરતભાઈ હિરપરા કેબિનેટ મંત્રીના પી.એ. વિપુલભાઈ બાલધા જીતુભાઈ ગોંડલીયા વિગેરે યાદીમાં જણાવેલ કે સૌરાષ્ટ્રના છોટે સરદાર અને ખેડૂત નેતા તેમજ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન અને રાજય સરકારમાં કેબિનેટ મંત્રી તેમજ પોરબંદરના સાંસદ તરીકે હંમેશાં લોકોની વચ્ચે રહેલા એવા વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્ત્।ે તારીખ ૨૯ ને બુધવારના રોજ સવારમાં ૮:૦૦ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી સમગ્ર રાજકોટ જિલ્લામાં તેમજ જૂનાગઢ જીલ્લો અમદાવાદ અને ભરૂચ વિગેરે ૧૩ સ્થાનો ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે માં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ લલીતભાઈ રાદડિયા અને શ્રીમતી ચેતનાબેન રાદડિયા વિગેરે રાદડીયા પરિવાર ના સભ્યો અને માન્ય ધારાસભ્યશ્રીઓ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો આ કેમ્પમાં ઉપસ્થિત રહેશે.

વિઠ્ઠલભાઈ રાદડિયાના વાર્ષિક પુણ્યતિથિ નિમિત્ત્।ે બુધવારે તારીખ ૨૯ ના રોજ સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન રકતદાન કરીને સમાજની સેવામાં અને હાલના સમયમાં સેવાયજ્ઞમાં જોડાવા બાબતે પણ રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કના જનરલ મેનેજર વી.એમ.સખિયા સાહેબે ખાસ વિનંતી કરી છે

બ્લડ ડોનેશન ને સફળ બનાવવા માટે સમગ્ર રાજકોટ જિલ્લા બેંકના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.

સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથિ નિમિતે અમદાવાદમાં મહારકતદાન કેમ્પ

જામકંડોરણા, તા., ર૮: સૌરાષ્ટ્રના ખેડુત નેતા અને પુર્વ કેબીનેટ મંત્રી તેમજ પોરબંદરના પુર્વ સાંસદ અને રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના પુર્વ ચેરમેન અને જામકંડોરણા સરદાર પટેલ શૈક્ષણીક સંકુલના આદ્યસ્થાપક સ્વ. વિઠલભાઇ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમીતે જામકંડોરણા સરદાર પટેલ શૈક્ષણીક સંકુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદ ખાતે દેવી સાયકલની આગળ, શાંતિ નિકેતન બીજનેશ સેન્ટર, ગંગોત્રી સર્કલ, નિકોલ રોડ અમદાવાદ મુકામે તા.ર૯ ને બુધવારે બપોરે ૪ થી સાંજે ૭ કલાક સુધી સોશ્યલ ડીસ્ટન્સ જાળવી મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

(12:11 pm IST)